OMG..’કહો ના પ્યાર હૈ’ પછી ઋતિકને ૩૦ હજાર લગ્નના માંગા આવ્યા હતા..!!

0
6

મુંબઈ,તા.૨૬
ઋતિક રોશન બોલીવૂડના સૌથી લોકપ્રિય સુપરસ્ટાર્સમાંથી એક છે. તેમની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’સુપરહિટ રહી હતી, જેણે બોલીવૂડમાં ધૂમ મચાવી હતી અને ઋતિકને રાતોરાત સુપરસ્ટારની શ્રેણીમાં સામેલ કરી દીધા હતા. પોતાના ગ્રીક લૂકને કારણે મહિલા પ્રશંસકોમાં હમેશાંથી લોકપ્રિય રહેલા ઋતિક રોશન વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોમાંથી એક છે.
તેમની લોકપ્રિયતા માત્ર બોલીવૂડ અને ભારત પૂરતી જ નથી, પરંતુ વિશ્વમાં તેમના એટલા જ પ્રશંસકો છે. જો કે પોતાના હેન્ડસમ લૂકને લઇને આ સુપરસ્ટારે તાજેતરમાં એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. ટીવી પરના એક ફેમસ શોમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, ‘કહો ના પ્યાર હૈ’ રિલીજ થયા પછી તેમને ૩૦ હજાર લગ્નના માંગા આવ્યા હતા. જો કે તેમણે બાળપણના પ્રેમ અને એક સમયના સુપ્રસિદ્ધ બોલીવૂડ અભિનેતા ફિરોઝ ખાનની પુત્રી સુઝૈન સાથે લગ્ન કરી લીધા હતા. ૧૩ વર્ષના લગ્નજીવન પછી વર્ષ ૨૦૧૪માં તેઓ છૂટા પડયા હતા. તેમના છૂટાછેડા એ સમયે સૌથી મોંઘા છૂટાછેડા સાબિત થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY