રાજસ્થાનની શાળામાં વિદ્યાર્થીઓને બાલાકોટ એર સ્ટ્રાઇકના પાઠ ભણાવાશે

0
8

જયપુર,તા.૧૮
કોંગ્રેસ નેતાઓએ જ્યાં એક તરફ બાલાકોટ એર સ્ટ્રાઇકની પ્રામાણિકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે નિયંત્રણ રેખા પર આતંકવાદી શિબિરો પર ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ પરની વાર્તાને શાળાની પાઠ્યપુસ્તકમાં સામેલ કરી છે. પાઠ્યપુસ્તકમાં માત્ર વિંગ કમાન્ડર અભિનંદનની બહાદુરીનો જ નહીં પરંતુ કેન્દ્રિય ખેલ અને માહિતી-પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડનો પણ ઉલ્લેખ છે, જેઓ જયપુર ગ્રામીણ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર છે.
રાઠોડે ૨૦૦૪ના સમર ઓલિમ્પિક્સમાં પુરુષોની ડબલ ટ્રેપ સ્પર્ધામાં રજત મેડલ જીત્યું હતું. ધોરણ નવની પાઠ્યપુસ્તકમાં રાષ્ટ્રીને વીર યોદ્ધાઓની વાર્તાઓ ભણાવવામાં આવશે. વિંગ કમાન્ડર અભિનંદને તેમનું પ્રાથમિક શિક્ષણ જોધપુરથી પૂર્ણ કર્યું હતું.
નવા પાઠ્યપુસ્તક વિશે પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરાએ કહ્યું છે કે અમે શિક્ષણ સાથે રાજકારણ નથી કરતાં. અમે શાળાની પાઠ્યપુસ્તકમાં યોદ્ધાઓની વાર્તાઓ સામેલ કરવાનું વચન પૂર્ણ કર્યું છે જેથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY