સીએએના વિરોધ વચ્ચે રાજકોટના પડઘરીમાં સમર્થનમાં રેલી નીકળી

0
34

હળવદ,મોરબી,તા.૨૧
એક તરફ જ્યાં નાગરિકતા સંશોધન બિલનો દેશ અને રાજ્યના કેટલાક વિસ્તોરમાં વિરોધ થયો છે. ત્યારે બીજી તરફ રાજકોટના પાડધરીમાં સીએએના સમર્થનમાં રેલીનું આયોજન કરવામા આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા સીએએનો કાયદો પસાર કરવામાં આવ્યો ત્યારથી દેશના કેટલાક રાજ્યોમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો ઉપદ્રવીઓ દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
મળતી માહિતી મુજબ રાજકોટના પડધરીમાં સીએએના સમર્થનમાં રેલી યોજી મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયાની આગેવાનીમાં આ આવેદન આપવામાં આવ્યું છે. સીએએ કાયદાનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતાં દેશદ્રોહીઓ સામે કડક કાર્યવાહી કરવા અને આ કાયદાના સત્વરે અમલ કરી લાખો શરણાર્થીઓ જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન અને ઈસાઈ બંધુઓને ભારતીય નાગરિકતા અને સ્વાભિમાનપૂર્વક જીવનના તેમના અધિકારનું રક્ષણ કરવા માટે જે કાયદો ઘડયો છે તેના સમર્થનમાં પડધરી તાલુકામાં સવિધાન બચાવો મંચ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પડધરી ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યું પાસેથી બસ સ્ટેન્ડ સુધી પગપાળા રેલી કાઢી હતી. આ સમગ્ર કાર્યક્રમ સવિધાન મંચના આગેવાનો દ્વારા યોજવામાં આવ્યો હતો. પડધરી તાલુકા પી.એસ.આઇ જે.વી.વાઢીયા દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ હળવદ, મોરબી અને વડોદરામાં પણ સીએએના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY