મમતા બેનર્જીએ ઘૂસણખોરોનું સમર્થન કરવું જાઈએ નહિ : અપર્ણા યાદવ

0
83

લખનઉ,તા.૫
આ વખતે અપર્ણા યાદવે નેશનલ સિટિઝન રજિસ્ટર મામલે પાર્ટી લાઈનથી પોતાનો અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અપર્ણા યાદવે આસામના એનઆરસીના મામલે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની ટીકા કરી છે.
મહત્વપૂર્ણ છે કે મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહીતના અન્ય વિપક્ષી દળો સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મહાગઠબંધન બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
ત્યારે એઆરસી મામલે અપર્ણા યાદવે મમતા બેનર્જીને સલાહ આપી છે કે મમતા બેનર્જીએ ઘૂસણખોરોનું સમર્થન કરવું જાઈએ નહીં. કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. અપર્ણા યાદવે કહ્યું છે કે કાયદાનું પાલન કરીને આવેલા શરણાર્થીઓ સાથે કોઈપણ પ્રકારની સમસ્યા નથી.
મુશ્કેલી ત્યારે પેદા થાય છે કે જ્યારે લોકો ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસણખોરી કરે છે. તેમને લાગે છે કે મમતા બેનર્જીએ ઘૂસણખોરોને ટેકો આપતા નિવેદન કરવા જાઈતા ન હતા. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોવા બાબતે વિચારણા કરવી જાઈએ.
મહત્વપૂર્ણ છે કે સમાજવાદી પાર્ટી પણ એનઆરસીના મુસદ્દાનો વિરોધ કરી રહી છે. સમાજવાદી પાર્ટીના નેતાઓએ સંસદની બહાર એનઆરસીના મુદ્દા પર દેખાવો કર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY