પોરબંદરમાં બે પાન કાર્ડ રાખવા મામલે એક વ્યક્તિની ધરપકડ

0
39

પોરબંદર,તા.૨૬
પોરબંદરમાં બે પાન કાર્ડ રાખવા મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બે પાન કાર્ડ રાખવો ગંભીર ગુનો હોવાથી પોલીસે તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એફઆઇઆર દાખલ કરી હતી.
પોરબંદરમાં બે પાન કાર્ડ રાખવા મામલે એક વ્યક્તિ વિરૂદ્ધ ૈંઁઝ્રની કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ હ્લૈંઇ દાખલ કરાઇ હતી.પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન રેગ્યુલર ઇક્નમટેક્સ સર્વે હાથ ધરાયો હતો. સર્વે ઓપરેશન દરમિયાન એક ડિરેક્ટર પાસે તેમના નામ પર બે પાન કાર્ડ હોવાનું માલુમ પડયુ હતું.જે કાયદાકીય રીતે ગુનો છે.જેથી એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
પોલીસે ગંભીર ગુનો ઘણી તે વ્યક્તિની ૧૬ ડિસેમ્બરે ધરપકડ કરી હતી.પોરબંદરના સીનિયર સિવિલ જજે આરોપીની જામીન અરજી ફગાવી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો.બાદમાં આરોપીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરી હતી. પોરબંદરની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ૨૦ ડિસેમ્બરના રોજ તેના જામીન મંજૂર કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY