પસંદગીકાર દેવાંગ ગાંધીને રણજી ટીમના ડ્રેસિંગ રૂમમાંથી તગેડી મૂકાયા

0
20

કોલકાત્તા,તા.૨૬
ક્રિકેટના મેદાન પર ઘણી વખત એવી ઘટનાઓ બને છે જે સૌને કોઈને ચોંકાવી દે છે. ક્યારે મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે તો ક્યારે દર્શકો વચ્ચે. ત્યારે હવે ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં એક એવી ઘટના બની છે જે ચોંકાવનારી છે.
મીડિયા રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય પસંદગીકાર(નેશનલ સિલેક્ટર) દેવાંગ ગાંધીને બંગાળ રણજી ટીમના ડ્રેસિંગ રૂમમાંથી બહાર જવા કહેવામાં આવ્યું. બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટે ગુરુવારે ઇડન ગાર્ડન્સ મેદાન પર ગાંધીને અનધિકૃત રીતે ટીમના ડ્રેસિંગ રૂમમાંથી બહાર જવાનું કહ્યું. મળતી માહિતી મુજબ આ મેદાન પર તે સમય બંગાળ અને આંધ પ્રદેશ વચ્ચે મેચ રમાઈ રહી હતી.
રિપોર્ટ પ્રમાણે, બંગાળ ટીમના કેપ્ટન મનોજ તિવારી સહિત કેટલાક સિનિયર ખેલાડીઓએ પ્રોટોકોલ તોડવા સામે વિરોધ દાખવ્યો હતો. જે મુજબ મેચ માટે ટીમમાં સામેલ ખેલાડીઓ સિવાય અને સ્પોર્ટ સ્ટાફ સિવાય અન્ય કોઈ ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કરી શકે નહીં. તિવારીએ પત્રકારોને જણાવ્યું કે,’અમે એન્ટી કરપ્શન પ્રોટોકોલનું પાલન કર્યું છે. એક નેશનલ પસંદગીકાર ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કરી શકે નહીં. માત્ર ખેલાડી અને અધિકારી જ ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કરી શકે છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY