વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવેલ તમામ બિલ પર રાજ્યપાલે મહોર મારી

0
18

ગાંધીનગર,તા.૨૬
વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવેલા તમામ બિલ મંજુર, રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ તમામ બિલને આપી મંજૂરીની મહોર મારી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બિલ રજૂ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યૂનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ સહિતના વિધેયકોને નોટીફાઇડ એરિયા તરીકે જાહેર કરી વધુ પર્યટકોને આકર્ષવાનું આયોજન કરવા પર વિચાર કરવામાં આવશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારને નોટિફાઇડ એરિયા જાહેર કરીને પ્રવાસન સત્તામંડળની રચના કરતો સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન બિલ વિપક્ષની ગેરહાજરીમાં વિધાનસભામાં પસાર થયું હતું.
– સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન બિલ
– જીએસટી સુધારા બિલ
– ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ સુધારા બિલ
– ગુજરાત વ્યાવસાયિક ટેક્નિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થામાં પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા બિલ
– ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા બિલ
– ગુજરાત જમીન મહેસુલ તૃતીય સુધારા બિલ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY