ઝમીર પઠાણ, જાવીદ શેખ અને સુરેશ ઇંગોલે વિરૂદ્ધ ગુનો દાખલ
સુરત, તા.૨૮
રિંગરોડ મિલેનિયમ માર્કેટની પાછળ વેર હાઉસીસના પાર્કિંગમાં પાર્કિંગ ખાલી કરાવવાની બાબતમાં ઝઘડો કરી ત્રણેક ઈસમોએ પાર્કિંગનું કામ કરી રહેલા એક ઈસમને માર મારી ઓફિસમાં સીસીટીવી કેમેરાને ડીવીઆરની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકમાં નોધાયો હતો. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી-કોસાડ આવાસ ખાતે ભેરૂમલ રામાભાઈ ચાવડા રહે છે. તેઓ મિલેનિયમ માર્કેટની પાછળ ફાઈનલ પ્લોટ નં.૧૪૩-૧૪૪ની પાર્કિંગની જગ્યામાં પાકિ*ગ સંભાળવાનું કામ કરે છે. આરોપી ઝમીરખાન પઠાણ, જાવીદ રઉફ શેખ તથા સુરેશભાઈ ઇંગોલે વગેરેઓએ પાર્કિંગ ખાલી કરાવવા બાબતે ઝઘડો કરી ઢીક મુક્કીનો માર મારી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે રાયોટિંગનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



