ગૃહ વિભાગ દ્વારા દારૂ/જુગાર ની બદી દૂર કરવા સુચના છતાં બેદરકારી બદલ હે.કો.સામે નર્મદા પોલીસ વડા ની લાલ આંખ
થોડા દિવસ પર આ હે.કો.ની ફરજ માં આવતા ઓરી ગામ માંથી એલસીબી એ ૬૧ હજાર ના પ્રોહી.ના મુદ્દામાલ સાથે ૨ ની અટક કરી હોય હે.કો.ફરજ માં બેદરકાર જણાતા સસ્પેન્ડ કરાયો.
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : ગૃહ વિભાગ ઘણા સમય થી દારૂ/જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ માટે કડક વલણ અપનાવવા ગુજરાત પોલીસ ને વારંવાર સૂચના આપે છે છતાં કેટલાક પોલીસ ખાતાના અધિકારીઓ કે કર્મચારીઓ પોતાના અંગત ફાયદા માટે કે ફરજ પ્રત્યે બેદરકાર હોય આવી પ્રવૃત્તિ યથાવત જણાતા ગૃહ વિભાગ ની સૂચના મુજબ જેતે જિલ્લા ના પોલીસ વડા આવા કર્મીઓ વિરુદ્ધ પગલાં લે છે. ત્યારે આવોજ એક કિસ્સો નાંદોદ ના ઓરી આઉટ પોસ્ટ ની હદ માં પણ બન્યો જેમાં નર્મદા પોલીસ વડા હિમકર સિંહ એ એક હે.કો.ને સસ્પેન્સ કરતો હુકમ કરતા અન્ય બેદરકારો માં ફફડાટ ફેલાયો જોવા મળ્યો હતો.
થોડાક દિવસ પર સિસોદ્ર આઉટ પોસ્ટ માં આવતા ઓરી ગામ માં નર્મદા એલસીબી એ બાતમીના આધારે રેઇડ કરતા ત્યાંથી પ્રોહી. ના ૬૧,૦૦૦/-રૂ. ના મુદ્દામાલ સાથે ૨ વ્યક્તિઓ ની ધરપકડ કરી આમલેથા પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવ્યો હતો તેના પડઘા ના ભાગરૂપે સિસોદ્રા આઉટ પોસ્ટ જેના તાબા માં આવતું હોય એવા હે.કો. રાજેશ બીજલભાઈ વસાવા(બ.નં.૬૬૫) ને નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે ગૃહ ખાતાની વારંવારની સુચના હોવા છતાં ફરજ માં બેદરકારી બદલ ફરજ પર થી સસ્પેડ કરતા અન્ય પોલીસ કર્મચારીઓ માં ભારે ફફડાટ ફેલાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




