ચાર લૂંટારૂઓ રૂ.૨૫ હજાર લૂંટી ગયા
સુરત
પાંડેસરા જીઆઈડીસી બેક ઓફ બરોડાથી કલર ટેક્ષ તરફ જતા રોડ પરથી પસાર થતા એક યુવકને ચાકુ બતાવી ડરાવી ધમકાવી રૂ.૨૫ હજારની લૂંટ ચલાવી ચાર અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પાંડેસરા પોલીસ મથકમાં નોધાતા પોલીસે લૂંટનો ગુનો નોધી ગુનાવાળી જગ્યાનું પંચનામું કર્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા ગણેશનગરની બાજુમાં આવેલા આશીર્વાદનગર ખાતે અનુજકુમાર રાજપૂત રહે છે. ૧૮ વર્ષના આ યુવક ગત તા.૯મી ડિસેમ્બરના રોજ બપોરના સુમારે અજાણ્યા ચાર ઈસમો બેકમાં મળ્યા હતા અને ત્યારબાદ રૂપિયા બેકમાંથી ઉપાડી બેક ઓફ બરોડાની કલરટેક્ષ તરફ જતો હતો. ત્યારે ચાર અજાણ્યા ઈસમોએ તેમને ચાકુ બતાવી મારી નાંખવાની ધમકી આપી રોકડા ૨૫ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. યુવકે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે લૂંટનો ગુનો નોધી ગુનાવાળી જગ્યાનું પંચનામું કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


