વાઘ જેવી દેખાતી બિલાડી કુદકો મારવા જતા ટ્રાન્સફોર્મર ની ફરતે લગાવેલી સેફટી ગ્રીલ ના ગેપ માં ફસાઈ જતા વિચિત્ર મોત મળ્યું.

3 દિવસ થી મૃત હાલત માં લટકતી બિલાડી ને કરંટ લાગવાના ડરે કોઈ નીચે ઉતારતું પણ નથી
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા જૂની પોસ્ટ ઓફીસ પાસે 3 દિવસ પહેલા ફાંસો ખાધેલી હાલત માં જોવા મળેલી બિલાડી નું વિચિત્ર પ્રકારે મોત થયું હોય તેને જોવા લોકના ટોળા એકઠા થાય છે .ત્યારે સ્થાનિકો થી જાણવા મળ્યા મુજબ આ બિલાડી કૂદાકૂદ કરતી હશે એ સમયે કુદકો મારતા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર ની ફરતે લાગેલી ગ્રીલ ના ખાંચા માં તેનું ડોકું ફસાઈ ગયુ અને ત્યાજ તેના રામ રમી ગયા બાદ 3 દિવસ થી ગ્રીલ ની બે પટ્ટી વચ્ચે ના ગેપ માં ડોકા પર લટકતી બિલાડી આવતા જતા લોકો માટે જાણે ચર્ચા નો વિષય બની ગઈ હોય તેમ ભારે દુઃખ સાથે “આ તે કેવું વિચિત્ર મોત” જેવી ચર્ચા સંભળાઈ રહી છે. પણ આ મૃત બિલાડી ને કરંટ લાગશે તેવા ડરે કોઈ નીચે ઉતારવા પણ તૈયાર નથી.જોકે નગર પાલીકા ના સફાઈ કામદારો પણ હડતાળ પર હોય શહેર માં કેટલીક જગ્યાએ પડેલા મૃત જાનવરો પણ રસ્તે રઝળતા જ જોવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



