(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા ના વજેરિયા ગામ ના સાહેબપુરા રોડ પર ના એક મકાન માંથી ગાંજા સાથે એક વ્યક્તિને નર્મદા એસઓજી ની ટીમે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સુચના મુજબ નર્મદા એસઓજી પીઆઇ કે.ડી. જાટ તેમજ ટીમે બાતમી ના આધારે તિલકવાડા તાલુકાના વજેરીયા ગામ ના સાહેબપુરા ગામ તરફ જવાના રસ્તે રહેતા અનવરમીયા મહેમુદમીયા સૈયદને બીન અધિક્રુત રીતે પોતાના રહેણાંક મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ(ગાંજો) ૧૭૦ ગ્રામ કિ.રૂ.૧૦૨૦/- તથા મોબાઇલ નંગ-૧ જેની કિ.રૂ,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એસઓજી પીએસઆઇ ડી.બી.કુમાવતે તિલકવાડા પો.સ્ટે.માં ફરિયાદ આપતા NDPS Act મુજબ નો ગુનો દાખલ કરી વધુ તપાસ માટે તિલકવાડા પો.સ્ટે.માં સોંપતા આગળની તપાસ તિલકવાડા પી.એસ.આઇ.એ. એસ.વસાવા કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



