નર્મદા ટ્રાફિક વિભાગનો હેડ કોન્સ્ટેબલ 500 ની લાંચ લેતા એસીબી ના છટકા માં ઝડપાયો

0
346

મહારાષ્ટ્ર રાજ્યમાંથી કપાસ ભરીને આવતી ટ્રકોને રોકી ગે.કા.રૂપિયા લેતા નર્મદા એસીબી ની ટીમે ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા અવધૂત મંદિર પાસે ગુરુવારે નર્મદા એસીબી ની ટીમે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્ટેબલ ની ૫૦૦ રૂપિયા ની લાંચ લેતા ઝડપી કાયદેસર કાર્યવાહી કરતા અન્ય લાચીયાઓ માં ફફડાટ ફેલાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા એસીબી ને મળેલી બાતમી મુજબ નર્મદા જીલ્લામાં ટ્રાફીક પોલીસ કર્મચારીઓ તથા ટી.આર.બી દ્રારા મહારાષ્ટ્ર રાજ્યમાંથી કપાસ ભરીને આવતી ટ્રકોને રોકી ગમે તે બહાને વાહન ચાલકો પાસેથી ટ્રાફીક ના નિયમોના ભંગ અંગે ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરતા હોવાની બાતમીના આધારે ગુરુવારે નર્મદા એસીબી ના પીઆઇ બી.ડી.રાઠવા અને એસ. આર.પટેલ સાથે એસીબી ટીમે છટકું ગોઠવતા રજુઆત કરનાર ની ગાડીમાં કપાસ ભર્યો હતો તે ગાડી અવધૂત મંદિર પાસે આવતા નર્મદા જિલ્લા ટ્રાફિક વિભાગના અ.હે.કો. અરૂણ કેશુરભાઈ વસાવા એ આ ગાડી અટકાવી પતાવટ કરવા માટે લાંચની માંગણી કરતા એસીબી ના છટકા માં લાંચ ના રૂ.૫૦૦/- લેતા રંગે હાથ ઝડપાઇ જતા નર્મદા એસીબી ટીમે અરુણ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર પગલાં લેતા અન્ય લાંચીયા ઓમાં ફફડાટ ફેલાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY