ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજપીપળા નાગરીક બેંકને બીજુ ઇનામ મળતા સૌ એ શુભેચ્છા પાઠવી

0
323

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજ્ય સહકારી સંઘ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં ઉત્કૃષ્ટ કામ કરતી ગુજરાતની નાગરિક સહકારી બેંકો માટે એક શિલ્ડ હરિફાઈ યોજવામાં આવી હતી. જેમાં રાજપીપળા નાગરીક બેંક ને દ્વિતીય ક્રમ મેંળવતા સૌ એ અભિનંદન પાઠવ્યા.

ગુજરાત સહકારી સંઘ રાજ્યની એપેક્ષ સહકારી સંસ્થા છે.ત્યારે રાજ્ય સહકારી સંઘ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં ઉત્કૃષ્ટ કામ કરતી ગુજરાતની નાગરિક સહકારી બેંકો માટે શિલ્ડ હરિફાઈ યોજવામાં આવી હતી.આ હરિફાઇમા નાગરીક બેંક રાજપીપળાને દ્વિતિય ઇનામ મળ્યું જેમાં શિલ્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત થતા બેંક ગણ માં આનંદ ની લાગણી જોવા મળી હતી. આ ઇનામ બદલ ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીને રાજપીપળા નાગરિક સહકારી બેંક લિ.ના મેનેજર, બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કર્મચારીઓને શુભેચ્છા આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY