શ્રી ગોકુલનગર નજરાના જૈન સંઘ ભીવંડીના જૈન ભવનમાં પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજે ધર્મસભા સમક્ષ જણાવ્યું હતું કે, પરમાત્મા અને સદગુરુ ધર્મસ્થાનોના ભગવાન છે તો મા-બાપ એ ઘરનાં જીવતા જાગતા ભગવાન છે. *

0
10

આજે મંદિરનાં ભગવાન પ્રત્યે જેટલી આસ્થા લોકોમાં છે એટલી ઘરનાં ભગવાન તુલ્ય મા-બાપ ઉપર નથી* એ આપણું દુર્ભાગ્ય ગણાય. પરમાત્મા અને સદગુરુ એ આપણા આદર્શો છે, પણ મા-બાપ તો આચરણ સ્વરૂપ છે. મા-બાપની કેળવણી જેવી હશે તેવા સંતાનો પાકશે. *વધુ પડતા લાડ અને વધારે પડતી ધાક સંતાનોના ભાવ આરોગ્યને બગાડે છે.* કોઈ પણ વસ્તુનું સંતુલન હોવું જરૂરી છે. તમે બાઈક ચલાવો કે ફોર વ્હીલર ચલાવો. જો તમે કંટ્રોલીંગ કરી શકતા નથી તો ગમખ્વાર અકસ્માતની પુરી શક્યતા છે. ‘ઝડપની મજા, મોતની સજા’નું પાટીયું માત્ર વાંચવા માટે નથી, અમલ કરવા માટે છે. વાલી મિત્રો જો સંતાનોને વધારે પડતી છુટછાટો આપી દેશે તો અંતે એમણે જ ભોગવવાનું આવશે. *જો બાલ્યકાળથી સંતાનોની કાળજી કરી હશે તો જીવનની અંતિમ ક્ષણો સુધી સંતાનો તમને સાચવી લેશે.* સંતાનો બગડતા નથી તેમને બગાડવામાં આવે છે.

મા-બાપો વર્તમાનમાં બે પ્રકારનાં જોવા મળે છે. ‘ઓવર કેરિંગ પેરેન્ટ્સ’ અને ‘ઓવર ડેરિંગ પેરેન્ટ્સ’. ‘ઓવર કેરિંગ પેરેન્ટ્સ’ સંતાનોની એટલી બધી કાળજી કરતા હોય છે કે જેમાં સંતાનોને કાંઈ કરવાનું રહેતું જ નથી. સાયકલ પણ તમે લાવી આપો અને પંકચર પડે તો એ પણ તમે કરાવી દો. હવે બાળકો માટે બાકી શું રહેશે ? *આદર્શ મા-બાપ તો એ છે કે જે બાળકને ‘કન્ટ્રોલ સ્ટ્રગલ’ આપે.* કોઈ પણ કાર્ય બાળક જાતે કરશે તો એના કૌશલ્યનો વિકાસ થશે. કેટલાક મા-બાપ બાળકને બધું જ આપી દે છે. તેને પરસેવો જ ન પડે એ રીતે રાજકુમાર કે રાજકુમારીની જેમ ઉછેરે છે. બાળ કેળવણી માટે ‘ઓવર કેરિંગ’ સૌથી ઘાતક અને બાળકને નુકસાન કરનારું છે.

ઓવર ડેરિંગ પેરેન્ટ્સ, ઓવર કેરિંગ પેરેન્ટ્સ કરતાં વિપરીત છે. સારી સ્કૂલમાં એડમિશન લઈ લીધા પછી આવા માતા-પિતા માત્ર ફી ભરવા જ સ્કૂલે આવે છે. કેટલાકને તો પોતાના સંતાનો ઉપર વધારે પડતો આત્મવિશ્વાસ હોય છે કે બાળક જ્યાં સુધી હુક્કાબાર કે ડ્રગ્સ પાર્ટીમાં પકડાય નહીં ત્યાં સુધી માતા-પિતાને ખ્યાલ નથી આવતો. ‘આપણા છોકરામાં કોઈ ખામી હોય જ નહીં,આપણી દિકરી તો બહુ મર્યાદાવાળી છે.’ આવા વહેમમાં કેટલાક મા-બાપો હોય છે. *બાળકો પરનો વધુ પડતો વિશ્વાસ એના જીવનનાં વહાણ ડુબાડશે.* અત્યારે તો ‘પ્રોપર શેરિંગ’ કરનારા મા-બાપોની સમાજને અને રાષ્ટ્રને જરૂર છે. *બાળકોના સિલેબસ કરતાં તેની સેન્સીટીવીટીની ચિંતા કરે તે સાચા મા-બાપ છે.* સંસ્કારોની ચિંતા હશે તો સંતાનો મહાન થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY