ભીલોડા નજીક SMCની રેડમાં રૂ.16.71 લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો, એક આરોપી પકડાયો

0
9

અરવલ્લી જિલ્લાના ભીલોડા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ યુનિટે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની 75 પેટીમાંથી આશરે 3,419 બોટલો મળી કુલ રૂ.6,51,140નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત એક વાહન, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.16,71,140નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ યુનિટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સીસોદિયાએ અરવલ્લી જિલ્લાના ભાણમેર ગામની સીમમાં ઝાઝરી બોર્ડરથી ભાણમેર તરફ આવતા રોડ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના વલ્લભનગર તાલુકાના ચારગડીયા ગામના હિરાલાલ દાલચંદ લુહારને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ કેસમાં સુરેશ લચ્છીરામ જાટ, ભવરલાલ ખીમજી કલાલ (મેવાડા), સુરેશ કલાલ, બાબુલાલ મીણા સહિત પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યો ઇસમ પણ પોલીસની તપાસમાં વોન્ટેડ છે.

આ મામલે ભીલોડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા એક અને વોન્ટેડ પાંચ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY