આૅક્ટોબરથી આઈએસઆઈ માર્કા વગરના હેલ્મેટ પર પ્રતિબંધ મૂકાશે

0
195

અમદાવાદ,તા.૪
શહેરમાં ગેરકાયદે કરાયેલાં દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ છે હવે વાહનો ચાલકો પર તવાઈ બોલાવી રહી છે. આ મામલે રોડ મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. ચાર મહિના પહેલા હલકી ગુણવતા અને ISI માર્ક વગરના હેલમેટ ઉત્પાદન અને તેના વિચાણ પર પ્રતિબંધ મૂક્્યો હતો. હવે સરકાર ઓક્ટોબરથી તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહી છે.
ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ ઓક્ટોબર મહિના બાદ ગેજેટમાં પ્રકાશિત થયા બાદ ટ્રાફિક પોલીસ આઈએસઆઈ માર્ક વગરનું હેલમેટ પહેર્યું હશે તો દંડ ફટકારશે.
હેલમેટની ગુણવતા અંગે આ વર્ષે ૨૦ માર્ચના રોજ ‘હેલમેટ ક્વાલિટી કંટ્રોલ ઓર્ડર, ૨૦૧૮’ અનુસાર હેલમેટનું ઉત્પાદન ભારતીય માનક બ્યૂરોને અનુરૂપ અને ISI માર્ક સાથે કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલમેટ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર, ૨૦૧૮ અનુસાર હેલ્મેટના બનાવવા માટે વસ્તુઓ અને સામગ્રીની ગુણવતા નક્કી કરવાની જવાબદારી માનક બ્યૂરોની રહેશે અને તેઓ જ તૈયાર હેલમેટને પ્રમાણિત કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY