અમદાવાદ,તા.૮
શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તેમાં પણ BRTS અને AMTSની બસ તો લોકો માટે યમરાજ બનીને ત્રાટકે છે. ગઈકાલે મોડી રાત્રે BRTSએ ૧૦ વર્ષના બાળકને અડફેટે લેતા ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ગુસ્સો જાવા મળ્યો હતો અને ટોળાએ બસ ઉપર પથ્થરમારો કરી બસના કાચ ફોડી નાખ્યા હતા.
આ અંગે જાણવા મળ્યા મુજબ, વ્યાસવાડી ચાર રસ્તા પાસે આશરે ૧૦ વર્ષના બાળકને પૂરપાટ ઝડપે આવી રહેલી BRTS બસે અડફેટે લઇ કચડી નાખ્યો હતો. ત્યાર બાદ ગંભીર રીતે ઈજા પામેલા આ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ વાડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


