પોતાનો આશરો છીનવાઈ જવાના ડરના કારણે મહિલાનું હાર્ટ એટેકથી મોત

0
9

હાલ અમદાવાદમાં ડિમોલિશનની ઝુંબેશ ચાલુ છે ત્યારે,
અમદાવાદ,તા.૮
અમદાવાદ શહેરમાં ચાલી રહેલા ડિમોલિશન અને ટ્રાફિક ઝૂંબેશના પડઘાથી હવે લોકોમાં ભયનો માહોલ બનેલો છે. આજે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. પોલીસની રિક્વરી વાન જ્યારે વાહન હટાવવા ગઇ ત્યારે આ ઘટના બની હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના રાણીપ વિસ્તારમાં દબાણ અને ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દબાણ હટાવવામાં આવી રહ્યું છે. તે દરમિયાન શાક માર્કેટમાં કેટલાક અડચણરૂપ વાહનને હટાવવા માટે જ્યારે ક્રેન સહિત બુલડોઝરના ડરથી લોકો ભાગવા લાગ્યા હતા. તે દરમિયાન ભાગદોડમાં એક મહિલાને ડરથી હાર્ટ એટેક આવતા ત્યાં જ મોત થઇ ગયું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY