ટ્રાફિકના નિયમોના ભંગ બદલ સલમાન,રાજ ઠાકરે સહિતના દિગ્ગજોએ દંડ નથી ભર્યો

0
31

મુંબઈ,તા.૧૨
મુંબઈમાં ટ્રફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ થયેલા દંડ ન ભરવાની યાદીમાં અભિનેતા સલમાન ખાન, મનસે પ્રમુખ રાજ ઠાકરે, યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરે, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર, પરિવહન પ્રધાન દિવાકર રાવતે સહિત અનેક દિગ્ગજોના નામ સામેલ હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. દરમિયાન પોતાને દંડ થયો હોવાની કોઈ માહિતી તેમની પાસે ન હોવાનું અને ડ્રાઇવરોએ ટ્રફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્પષ્ટીકરણ મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરે કર્યું હતું.
સિગ્નલનું પાલન ન કરવું, વેગ મર્યાદાનું ઉલ્લંઘન, નો એન્ટ્રીમાં પ્રવેશ, ઝીબ્રા ક્રોસિંગના નિયમ ન પાળવા જેવા નિયમોના ભંગ માટે દંડ કરવામાં આવે છે. પણ મુંબઈમાં આ દંડ અન્ય શહેરોની જેમ રસ્તા પર ટ્રાફિક પોલીસ વસૂલ નથી કરતી. નિયમો તોડનારા વાહનોના માલિકોને દંડના ઈ-ચલાન ટ્રાફિક વિભાગ મોકલે છે. આ ઈ-ચલાન અનુસાર વાહનોના માલિકોએ ઓનલાઇન દંડ ચૂકવવો પડે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈ-ચલાન પદ્ધતિ શરૃ કરવામાં આવી હતી.
એક અહેવાલ મુજબ મુંબઈમાં જે નાગરિકોને ઈ-ચલાન મોકલવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના લોકોએ દંડ ચૂકવ્યો નથી. તેમની પાસેથી ૧૧૯ કરોડ રૃપિયાનો દંડ વસૂલવાનો બાકી છે. ઈ-ચલાન મોકલાયું હોવા છતાં દંડ ન ભરનારની યાદીમાં અભિનેતા સલમાન ખાન, પરિવહન પ્રધાન દિવાકર રાવતે, મનસે પ્રમુખ રાજ ઠાકરે, યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરે, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર, રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવાર, કોમેડિયન કપિલ શર્મા, ભાજપના પ્રવક્તા રામ કદમના નામો સામેલ છે. માત્ર અર્જૂન કપૂરે દંડ ભર્યો છે, જ્યારે રામ કદમે જણાવ્યું કે તેમની જે ગાડીને દંડ કરાયો છે તે ગાડી તેમણે વર્ષો અગાઉ વેચી નાખી છે. મોટાભાગના દિગ્ગજોએ પોતે કોઈ નિયમનો ભંગ કર્યો હોવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ એક ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દંડ વસૂલ કરવા માટે કોઈ સખત કાર્યવાહી કરવામાં ન આવતી હોઈ લોકો દંડ ભરતા નથી.
કોના પર કેટલો દંડ બાકી છે?
રાજ ઠાકરે – ફેન્સી નંબર પ્લેટ માટે રૂ.૧૦૦૦નો અને ઝીબ્રા ક્રોસિંગ પર ગાડી ઊભી ન કરવા માટે રૂ.૨૦૦નો દંડ
અરબાઝ ખાન પ્રોડક્શન – વિવિધ દિવસે વેગ મર્યાદાના ઉલ્લંઘન માટે રૂ.૪૦૦૦નો દંડ
આદિત્ય ઠાકરે – વિવિધ દિવસે વેગ મર્યાદાના ઉલ્લંઘન માટે રૂ.૬,૦૦૦ અને ઝીબ્રા ક્રોંસિંગ પર ગાડી ઊભી ન કરવા માટે રૂ.૨૦૦નો દંડ
કોમેડિયન કપિલ શર્મા – રૂ.૨૦૦૦ બાકી
રાજ્ય પરિવહન પ્રધાન દિવાકર રાવતે – વેગ મર્યાદાના ઉલ્લંઘન માટે રૂ.૧૦૦૦નો દંડ
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY