ઉન્નાવ અને કઠુઆ ગેંગ રેપ જેવી ઘટનાના કારણે માનવતા શર્મસાર થઇ ગઇ છે. આની સાથે સાથે કાયદો અને વ્યવસ્થાના જવાબદાર લોકોને પણ પર્દાફાશ કરી દેતા તેમની કેટલીક ચોંકવનારી બાબત સપાટી પર આવી ગઇ છે. ઉન્નાવમાં યુવતિ પર રેપ અને તેના પિતાની ઘાતકી હત્યાના આરોપમાં ભાજપના ધારાસભ્ય અને તેમના નજીકના લોકો કાયદાના સકંજામાં આવી ગયા છે. પોલીસમાં બિનજામીનપાત્ર કલમોમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હોવા છતાં ધારાસભ્યની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી ન હતી જેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે વહીવટીતંત્રમાં કોઇ નિર્ણયને અમલી કરવામાં રાજકીય પાર્ટીનુ કેટલુ પ્રભુત્વ રહેલુ છે.
એટલુ જ સીબીઆઇની તપાસ શરૂ કરવામાં આવ્યા બાદ પણ શરૂઆતમાં તેની ધરપકડ કરવામાં આવી ન હતી. જા કે અંતે ભારે દબાણ કરવામાં આવ્યા બાદ અને રાજકીય હોબાળો થયા બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાઇકોર્ટે આખરે દરમિયાનગીરી કરીને તેની પાસેથી જવાબ માટેની માંગ કરવામાં આવી હતી. હાઇકોર્ટે ત્યારબાદ ધરપકડ માટેના આદેશ જારી કર્યા હતા. શુ પોલીસ આવા જ આરોપીઓની સાથે આવી જ કલમો હેઠળ આવુ જ વર્તન કરે છે તેવા પ્રશ્ન થઇ રહ્યા છે. મોદી સરકારે તો નારો જ બેટી બચાવો અને બેટી પઢાઓ આપેલો છે. આવી સ્થતીમાં આ પ્રકારના બનાવ સરકારને ચોક્કસપણે ચોંકાવે છે. વડાપ્રધાન મોદી પોતે ખાતરી આપતા કહી ચુક્યા છે કે આ પ્રકારના મામલામાં કોઇને છોડવામાં આવનાર નથી. શુ તમામ બાબતો અને પગલા માત્ર દેખાવવા પુરતા છે તેવો પ્રશ્ન હવે થઇ રહ્યો છે. ઉન્નાવ અને કઠુઆ બનાવના અપરાધીઓને બચાવવા માટે સત્તારૂઢ દળના નેતા શા માટે આગળ આવી રહ્યા છે. આ શુ અપરાધીને બચાવવા માટેની કલમોમાં કેસ દાખલ કરવાની હિમ્મત સરકાર કરી શકશે. વિપ૭ી પાર્ટી કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓનુ વર્તન પણ દેખાવવા સુધી મર્યાદિત છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ બાળકો અને મહિલાઓને ન્યાય અપાવવા માટે ગંભીર દેખાતા નથી.
ઉન્નાવ અને કઠુઆ બન્ને ચકચારી કેસમાં રાજકીય પક્ષો ઉદાસીન દેખાઇ રહ્યા છે. ઘટનાના એક સપ્તાહ બાદ જ્યારે હાઇકોર્ટે સરકાર પાસેથી જ જવાબની માંગ કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીના લોકોને લાગ્યુ હતુ કે આ મામલાને રાજકીય રંગ આપી શકાય છે. ઉતાવળમાં કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. અડધી રાત્રે ઇન્ડયા ગેટ પર દેખાવો દરમિયાન કોંગ્રેસના નેતાઓના વિરોધ અને દલિતોને ન્યાય અપવાવવા માટેની બાબત દેખાવવા પુરતી નજરે પડી હતી. કોંગ્રેસના નેતાઓને ટીવી કેમેરામાં ચમકવા માટેની વાત વધારે મહત્વપૂર્ણ લાગી હતી. એક સપ્તાહથી કોંગ્રેસ, ડાબેરીઓ અને અન્યોએ શા માને ચુપકીદી શેવી હતી. એ વખતે આ રાજકીય પક્ષોને ગંભીરતાનુ ધયાન ન હતુ. ? તેવા પ્રશ્ન હવે થઇ રહ્યા છે. જાણકાર લોકો નક્કર પણે માને છે કે માત્ર કાયદા બનાવવા અને કોઇ ઘટના બની ગયા બાદ રાજકીય રંગ આપવાથી કામ ચાલી શકશે નહીં. તમામ રાજકીય પક્ષોને સ્વાર્થથી ઉપર ઉઠીને આગળ વધવાની તાકીદની જરૂરિયાત દેખાઇ રહી છે. તે સમયની માંગ પણ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



