નવી આશા તો હજુ પણ રહેલી છે.

0
16

દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાનની સાથે સંબંધોમાં સુધાર થવાની આશા જાગી છે. ક્રિક્રેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાનની દેશના વડાપ્રધાન તરીકે તાજપોશી કરવામાં આવી ચુકી છે. છેલ્લા પાંચ દશકમાં પ્રથમ વખત એવુ બન્યુ છે જ્યારે ત્યાંની સત્તા પર પાકિસ્તાન મુસ્લમ લીગ અથવા તો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો કબજા રહ્યો નથી. ઇમરાનના નેતૃત્વમાં પાકિસ્તાન તહેરીકે ઇન્સાફે બંને મોટી પાર્ટીને કારમી હાર આપીને સત્તામાં પહોંચી ગઇ છે.પાકિસ્તાનની રાજનીતિ હવે સ્વરૂપ અને આકાર બદલી રહી છે. જેથી સંબંધોમાં સુધારા માટેની આશા પણ ચોક્કસ પણે બની રહી છે. વર્ષ ૧૯૪૭માં બંને દેશોને સ્વતંત્રતા મળ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ક્યારેય સારા રહ્યા નથી. સારા પડોશીની જેમ બંને દેશો ક્યારેય રહી શક્યા નથી.

બંને દેશો વચ્ચે સાત દશકમાં ચાર વખત યુદ્ધ થઇ ચુક્યા છે જે તમામ પરિસ્થતી અને સંબંધઘોને સમજી લેવા માટે પુરતા છે. એવુ પણ નથી કે બન્ને દેશો વચ્ચેના સંબંધોને સુધારી દેવા માટે ક્યારેય પ્રયાસો કરવામાં આવ્યા નથી. ભારતમાં ચૂંટાયેલી તમામ સરકારો દ્વારા પાકિસ્તાનની તરફ મિત્રતાના હાથ લંબાવ્યા છે પરંતુ પાકિસ્તાન તરફથી વિશ્વાસઘાત સિવાય કઇ પણ કરવામાં આવ્યુ નથી. અત્રે નોંધનીય છે કે સંબંધોમાં રહેલી ખેંચતાણને ખતમ કરવા માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તો દિલ્હીથી બસ મારફતે લાહોર પણ પહોંચ્યા હતા. પરંતુ વાત આગળ ચાલી ન હતી. ઇમરાન ખાન વિતેલા વર્ષોમાં સ્ટાર ક્રિકેટર તરીકે રહ્યો છે. પાકિસ્તાનની સાથે સાથે ભારતમાં પણ ઇમરાન ખાનના લાખો ચાહકો ક્રિકેટ પ્રેમી તરીકે છે. અનેક પ્રસંગોમાં ભારત પણ ઇમરાન ખાન આવ્યો છે. ઇમરાન ભારતના સંબંધમાં સારી બાબતો પણ ધરાવે છે. ઇમરાન ખાન એ બાબતને પણ સારી રીતે જાણે છે કે બંને દેશો એક સાથે સ્વતંત્ર થયા હતા પરંતુ આજદે ભારતની સરખામણીમાં પાકિસ્તાન ક્યાં ઉભુ છે. પાકિસ્તાનની હાલત આજે ડુબતા જહાજની જેવી બની ગઇ છે. જેમાં મુસાફરી કરવા માટે કોઇ તૈયાર નથી. તે દેવામાં ડુબેલુ છે.

એક સમય તેના સૌથી મોટા મદદગાર તરીકે રહેલા અમેરિકાએ પણ સાથ આપવાનો હવે ઇન્કાર કરી દીધો છે. એકલા ચીનના ભરોસા પર ગાડીને ખેંચવાની બાબત ઇમરાન ખાન માટે પડકારરૂપ તરીકે છે. પાકિસ્તાનના નવા નેતૃત્વને બદલાતા દોરમાં સ્થતી મુજબ પોતાને રજૂ કરવાની તૈયારી કરવી પડશે. તેને સમજી લેવાની જરૂર છે કે પૂર્વ અને પશ્ચિમી જર્મની એક થઇ શકે છે અને અમેરિકા અને ઉત્તર કોરિયા નજીક આવી શકે છે તો ભારત અને પાકિસ્તાન કેમ નહી. કાશ્મીરનો મામલો બંને દેશો વચ્ચે વિવાદ માટે કારણરૂપ છે. આ મુદ્દાને એકબાજુ મુકીને અન્ય તમામ ક્ષેત્રોમાં સંબંધોને સામાન્ય બનાવી શકાય છે. પારસ્પરિક વેપાર, રમત અને સાંસ્કૃતિક સંબંધો સુધારી શકાય છે. પ્રવાસના ક્ષેત્રે સમજુતી કરવામાં આવી શકે છે. આ તમામ મુદ્દા પર વાત આગળ વધશે તો કાશ્મીર મુદાને ઉકેલી દેવાની દિશામાં પણ રસ્તો નિકળશે. આના માટે હવે પહેલ કરવાનો સમય પાકિસ્તાનનો છે. બંને દેશો ચોક્કસપણે સારા મિત્રો બની શક્યા નથી પરંતુ દુશ્મનની જેમ ન રહે તે જરૂરી છે. ઇમરાન ખાન પાસેથી આશા રાખી શકાય છે કે જમીની વાસ્તવિકતાને તે સમજશે અને આગળ વધશે. સૌથી પહેલા ઇમરાન સામે પડકાર ત્રાસવાદ સામે અંકુશ મેળવવા માટેનો રહ્યો છે. ત્રાસવાદીઓ પર અંકુશ મુકવા માટે સાહસ કરવાની જરૂર છે.

પ્રથમ વડાપ્રધાન લિયાકત અલીથી લઇને નવાઝ શરીફ સુધીના શાસનકાળમાં થયેલી ભુલોને પણ સમજી લેવી પડશે. સાથે સાથે પાકિસ્તાનની સેના સાથે અંતર રાખીને કામ કરવુ પડશે. જા આવુ થશે તો તો જ સાત દશક જુની સમસ્યાનો ઉકેલ આવી શકશે. ભારત સાથે સંબંધ સુધારી નાંખવાની બાબત ઇમરાન ખાન માટે સૌથી મુશ્કેલ બાબત છે. દશકોથી ત્રાસવાદના કારણે પાકિસ્તાન ગ્રસ્ત રહ્યુ છે ત્યારે હવે તેની પાસે આ મુશ્કેલીમાંથી બહાર નિકળવાની તક રહેલી છે. જા કે ત્રાસવાદ પર અંકુશ અને સેનાની સાથે કઠોર વર્તન રાખવાની બાબત તેમના માટે સરળ રહેશે નહીં. ઇમરાન ખાન મોટા મોટા વચન આપી રહ્યા છે પરંતુ સૌથી પહેલા તેની સારી છાપ ઉભી કરવાની બાબત સૌથી ઉપયોગી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY