ખેડા જિલ્લાના નાગરિકો સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ-૨૦૧૮ પ્રતિયોગીતામાં પોતાના પ્રતિભાવો આપે ..

0
54

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સેનીટેશનનો વ્યાપ અને ઉપયોગ વધે તેમજ જાહેર સ્થળોની સાર્વત્રિક સ્વચ્છતા સિધ્ધ કરવા માટે સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ અંતર્ગત કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસ વિભાગની ટીમ ગામડાંઓની મુલાકાત લઇ સ્વચ્છતા સર્વેક્ષણ કામગીરી કરી રહી છે.

આ સર્વેક્ષણ અભિયાન દરમિયાન વાસ્તવિક નિરીક્ષણની સાથોસાથ નાગરિકોના પ્રતિભાવો, ઉપલબ્ધ સેવાઓમાં પ્રગતિ જેવા માપદંડોને આધારે ગામડાંઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છતાની પરિસ્થિતિ વિષે નાગરિકો પોતાના પ્રતિભાવો આપી શકે તે માટે ઓનલાઇન એપ્લીકેશન શરૂ કરવામાં આવેલ છે. ત્યારે ખેડા જિલ્લાના નાગરિકોને જિલ્લાની સ્વચ્છતાની પરિસ્થિતિ વિશેનો પ્રતિભાવ આપવા માટેની શરૂ કરવામાં આવેલ એપ્લીકેશન કોઇપણ એન્ડ્રોઇડ મોબાઇલમાં ડાઉનલોડ કરી શકાય છે. માત્ર ૩ (ત્રણ) એમ.બી. ડેટાની ખૂબ જ નાનકડી અને ખૂબ જ સરળ એપ્લીકેશન છે. જે ગુગલ પ્‍લે સ્‍ટોરમાંથી SSG-18 એપ્‍લીકેશન ડાઉનલોડ કરી શકાશે. આ એપ્‍લીકેશન ડાઉનલોડ થયા બાદ ઓપન કરી ભાષા સિલેકટ કરવાની હોય છે. આ એપ્લીકેશનમાં ગુજરાતી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓ સિલેકટ કરી શકાય છે.

આ સિલેકટ કર્યા બાદ ગુજરાત રાજય અને જિલ્લામાં ખેડા જિલ્લો સિલેકટ કરવાથી તેમા ચાર પ્રશ્નોના પ્રતિભાવ આપવાના હોય છે જે આપી ખેડા જિલ્લાને સ્વચ્છ સર્વેક્ષણ પ્રતિયોગીતામાં પ્રથમ સ્થાન અપાવવા જિલ્લાના નાગરિકોને જિલ્લા કલેકટર શ્રી આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એન.મોદી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી લાખાણીએ જણાવ્યું છે.

શનિવારે સંકલન સમિતિની બેઠકમાં જિલ્‍લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓએ આ પ્રતિયોગીતામાં મોબાઇલ દ્ધારા સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં પોતાના પ્રતિભાવો આપ્‍યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861  

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY