નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા ની સૂચના થી નર્મદા જિલ્લા માંથી દારૂ જુગાર ના દુષણ ને ડામવાના સક્રિય પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે LCB PSI એ.ડી. મહંત પોતાના સ્ટાફ સાથે ચોક્કસ બાતમી ના આધારે ચોપડવાવ ગામે જુગાર અંગેની રેડ કરતા કુલ રૂ. ૧૮૯૬૦/- ના મુદ્દામાલ સાથે કુલ સાત આરોપીઓ ની ધરપકડ કરી હતી.જેમાં રૂ. ૧૩૯૬૦/- રોકડા ,મોબાઈલ ફોન ૪ નંગ રૂ. ૪૦૦૦/- તેમજ જિયો રાઉટર ૧ નંગ રૂ. ૧૦૦૦/- આંકડા લખેલ કાગડો તેમજ પેન સાથે કુલ રૂ. ૧૮૯૬૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ આરોપીઓ સામે સાગબારા પોલીસ્ટેશન માં જુગરધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી ના નામ
૧– બિપિનભાઈ ભીખુભાઈ વસાવા
૨- રાજકિશોર કૃષ્ણા ભાઈ વસાવા
3– સુરેશભાઈ કૃષ્ણભાઈ વસાવા
૪– રવજીભાઈ ઉતરાભાઈ વસાવા
૫– સુકલાલભાઈ મગનભાઈ વસાવા
૬– રમેશભાઈ પુનિયાભાઈ વસાવા
૭– સુરપસિંગ જાતરિયા ભાઈ વસાવા
તમામ રહેવાસી ગામ ચોપડવાવ તાલુકો સાગબારા જિલ્લો નર્મદાના હોવાનું જાણવા મળ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





