સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ચેકીંગ હાથ ધરી, ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા સુચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.ચુડાસમા તથા એ.એસ.આઈ અમૃતવન ગોસાઈ , મહેન્દ્રસિંહ ઝાલા, પો.કો રવીરાજસિંહ ઝાલા , અમરકુમાર ગઢવી, કલ્પેશભાઈ અસારી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પો.સ.ઇ. ડી,ડી.ચુડાસમાને બાતમી મળેલ કે, ડોલિયા યાગામનો દીનેશભાઈ મોતીભાઈ કાંજીયા ગેર કાયદેસર હથિયાર તથા છરી તથા ધારિયા સાથે રાવીરાજ હોટલ પાસે મા મેલડી હોટલ ના ગ્રાઉન્ડમાં પોતાની માર્શલ ગાડી ન. જીજે 17 સી 3875 બેથેલ છે તેવી હકીકત મળતા ઉપરોક્ત હકીકત આધારે ઉપરોક્ત હોટલ માં તપાસ કરતા એક સફેદ કલરની ઉપરોકત નંબર વાળી ગાડી માં ચેક કરતા ઉપરોક્ત ઈસમ પાસેથી એક ગેર કાયદેસર દેશી હાથ બનાવટના કટુ (તમંચો) કિંમત રૂ. 1500/- તથા છરી તથા ધારિયું તથા ગાડી ની કી.રૂ 100000/- સાથે પકડી પાડવામાં આવેલ છે. આ બાબતે સાયલા પોલીસ સ્ટેશનના પો.કો કલ્પેઅશભાઈ અસારીએ સરકાર તરફે ફરિયાદી બની, આરોપી દીનેશભાઈ મોતીભાઈ કાંજીયા જાતે.ચુ.કોળી રહે.ડોલીયા વિરુદ્ધ આર્મ્સ એકટ 25(1)b,135 મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.
આ પકડેલ હથિયાર અંગે સઘન પૂછપરછ કરી આગળ ની તપાસ સાયલા પો.સ્ટે ના એ.એ.આઈ એ.બી.ગોસાઈ નાઓ ચલાવી રહેલ છે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




