શિહોર ટાણા રોડ ની દક્ષિણ બાજુ એ આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં તા.0૧/૧૦/૨૦૧૮ થી તા.૧0/ ૧૦/૨૦૧૮ના રોજ પ્રવેશબંધી

0
19

ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે.

આ ફાયરીંગ બટ ખાતે આગામી તા.0૧/૧૦/૨૦૧૮ થી તા.૧0/ ૧૦/૨૦૧૮ના રોજ એન.સી.સી ગલ્સ યુનીટ ભાવનગરના વાર્ષિક ફાયરીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે સંદર્ભે શિહોરના સર્વે નં.૨૮૨માં ફાયરીંગ બટના સ્થળની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તકેદારીના પગલારૂપે જાહેરનામુ બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરની કચેરીના પત્ર નં.૬૫/સીબી-૫/જા.નામુ/૨૮૮૧/૨૦૧૮, તા. ૨૪/૦૯/૨૦૧૮થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામુ બહાર પાડવું જરૂરી જણાય છે.

સબબ, જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(ફ) થી મળેલ અધિકારની રૂઇએ હું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર આથી ફરમાવું છું કે, શિહોર ગામના સર્વે નં.૨૮૨, શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનું ક્ષેત્રફળ હેકટર ૨-૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરી ફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં આગામી તા.0૧/૧૦/૨૦૧૮ તથા તા.૧0/ ૧૦/૨૦૧૮ના રોજ કોઇપણ શખ્શે જવુ નહીં તેમજ ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા નહીં.

જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજા થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY