અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર મેહરાજ બાંગરુ ઠાર મરાયો ‘આૅપરેશન ઓલઆઉટ’ : સેનાને મોટી સફળતા,ત્રણ આતંકી ઠાર

0
9

આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહિદ,સેનાએ જાહેર કરેલ ૧૦ કમાન્ડરોની યાદીમાં મેહરાજ બાંગરુનું પણ નામ સામેલ હતું

શ્રીનગર,તા.૧૭
શ્રીનગરમાં સેના અને આતંકી વચ્ચેની અથડામણમાં સેનાએ ૩ આતંકવાદીને ઠાર માર્યા છે. સેનાએ આતંકી સંગઠનના ખૂંખાર આતંકવાદી મેહરાજ બાંગરૂને મોતને ઘાટ ઉતાર્યો. તો બીજી બાજુ આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન પણ શહિદ થયો હતો.
મેહરાજ બાંગરૂનો ખાત્મો સેના માટે મોટી સફળતા જણાવાઈ રહી છે જેની તપાસ ઘણા સમયથી ચાલુ હતી. બાગરૂ પર હત્યા, હથિયાર છીનવવા અને આતંકી ગતિવિધિઓના કેટલાક કેસ નોંધાયેલા હતા. તે શ્રીનગરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર હતો. આ વર્ષે મે માસમાં સેનાએ ખીણમાં સક્રિય ટોપ ૧૦ કમાન્ડરની યાદી જાહેર કરી હતી. તેમાં મેહરાજ બાંગરૂનું નામ પણ સામેલ હતુ. સમગ્ર ઘટના જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના ફતેહ કદાલ વિસ્તારમાં બની છે.
આતંકવાદીઓને વિસ્તારમાંથી દૂર કરવાના ઉદ્દેશ્યથી યાદીને સાર્વજનિક કરી દીધી હતી. બાંગરૂ બાદ હવે સેનાને રિયાજ નાયકુ, ઝાકિર મૂસા અને જમ્મુ-કાશ્મીર પોલીસ કસ્ટડીમાંથી ભાગેલા પાકિસ્તાની આતંકવાદી નાવીદ જટ ઉર્ફે અબુ હંજાઉલ્લાની તપાસ છે.
આ લોકોનુ ફરાર થવુ સુરક્ષા એજન્સી માટે મોટો ઝટકો છે. જેના કારણે ખીણમાં પણ સંઘર્ષનો દોર ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને બે કેટેગરી છ અને છ++ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન સવારે છ વાગ્યાથી શરૂ થયું હતું. રાજ્યના ૩૦૮ મતદાન કેન્દ્રમા સાંજે ચાર વાગ્યા સુધી વોટ નાંખવા ગયું હતું. છેલ્લા ચરણમાં મતદાનમાં માત્ર ૪.૨ ટકા વોટ પડ્યા હતા. શ્રીનગર નગર પાલિકાના ૨૪ વોર્ડમાં કુલ ૨.૪૨ લાખ મતદાતાઓમાંથી માત્ર ૯૬૭૮ લોકોએ જ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના કંગન વિસ્તારમાં લશ્કરના એક આતંકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ આ હુમલો કરાયો હતો. પુલવામામાં સુરક્ષાદળોને સફળતા મળી હતી. ત્યાં એન્કાઉન્ટરમાં એક આતંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આતંકી પાસેથી હથિયાર પણ જપ્ત કરાયા હતા.
એજ દિવસે બારામુલ્લા જિલ્લાના સોપોર ટાઉનશિપમાં આતંકીઓએ કાયરતા બતાવતાં ઘરમાં ઘૂસીને એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી. સુરક્ષા દળો દ્વારા હિઝબુલ કમાન્ડર મન્નાન વાણીને ઠાર મરાયા બાદ આતંકીઓની કમર તૂટી ગઈ છે. આ જ કારણે હલચલ વધી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY