રાહુલ ગાંધીએ કહ્યું કે નિરવ મોદી જેટલીને મળ્યો હતો રાહુલ ગાંધી જૂઠ્ઠાણુ ચલાવે છે અને સાચા હોવાનું જાને માની લે છે : જેટલી

0
6

ન્યુ દિલ્હી,તા.૧૭
નાણાં પ્રધાન અરુણ જેટલીએ કાંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ઊપર જૂઠ્ઠાણું ફેલાવવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે સંસદમાં મળવાની કે દેશ છોડી જવામાં તેને મદદરૂપ થવાની વાત તો બાજુએ રહી ભાગેડુ જ્વેલર નીરવ મોદીને હું ક્યારેય નથી મળ્યો. રાહુલ ગાંધીને ‘ક્લાઉન પ્રિન્સ’ તરીકે ઓળખાવવાનું ચાલુ રાખતા જેટલીએ ફેસબુક પરના સંદેશામાં આશ્ર્‌ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી ડઝનબંધ જૂઠાણાં બોલે છે અને તે સાચા હોવાનું તેઓ જાતે જ માની લે છે.
અબજા રૂપિયાના પીએનબીકૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ નીરવ મોદીને જેટલી સંસદમાં મળ્યા હોવાના રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો અંગે બોલતા તેમણે કહ્યું હતું કે મારા જીવનમાં મેં ક્્યારેય નીરવ મોદીને જાયું હોય તેવું મને યાદ નથી તેથી સંસદમાં તેમને મળ્યો હોવાનો પ્રશ્ર્‌ન જ ઊભો નથી થતો.
જા રાહુલ ગાંધીએ કરેલા દાવા મુજબ નીરવ મોદી સંસદમાં આવ્યા હોય તો રિસેપ્શનના રૅકર્ડમાં તે જાવા મળશે. જેટલીએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં જુદા જુદા બે સમારોહમાં રાહુલે દાવો કર્યો હતો કે વિજય માલ્યા સંસદમાં મને મળ્યા હોવાની મેં કબૂલાત કરી હતી.
હું દેશ છોડીને લંડન જઈ રહ્યો છું એવું વિજય માલ્યાએ મને કહ્યું હોવાની અને તેને દેશ છોડી જવામાં મદદ કરી હોવાની પણ મેં કબૂલાત કરી હોવાનો પણ રાહુલે દાવો કર્યો હતો. માલ્યા અંગે જેટલીએ કહ્યું હતું કે એકવાર તેમના કેસ અંગે ચર્ચા કરવા માલ્યા સંસદમાં મારી પાછળ પાછળ આવ્યા હતા, પરંતુ મેં તેમની વાત ધ્યાન પર નહોતી લીધી અને તેમનો પ્રસ્તાવ બૅંક સમક્ષ મૂકવા જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY