વડતાલમાં સ્‍વામીનારાયણ સંસ્‍થાન દ્ધારા રૂા.૨૩૬ લાખના ખર્ચે નવનિર્મિત વડતાલ ધામ બસ સ્‍ટેશનનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ થશે

0
44

વડતાલ ધામમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓ તથા મુસાફરોની સુવિધામાં વધારો થશે

નડિયાદઃ સુપ્રસિધ્‍ધ યાત્રાધામ વડતાલ ખાતે યાત્રિકો તથા મુસાફરોની સુવિધા માટે શ્રી સ્‍વામીનારાયણ મંદિર વડતાલ સંસ્‍થાન દ્ધારા વડતાલ ખાતે અંદાજે રૂા.૨૩૬ લાખના ખર્ચે નવનિર્મિત થયેલ અત્‍યાધુનિક વડતાલ બસ સ્‍ટેશનનું મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી દેવદિવાળીના પાવન દિન તા.૨૩-૧૧-૨૦૧૮ ના સવારે ૯.૦૦ કલાકે લોકાર્પણ કરશે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, ૪૩૫૦ ચો.મી. જમીન વિસ્‍તારના પૈકી ૬૫૫.૪૨ ચો.મી. વિસ્‍તારમાં અત્‍યાધુનિક બસ સ્‍ટેશનનું બાંધકામ કરવામાં આવ્‍યું છે. આ નવીન બસ સ્‍ટેશનમાં પાંચ પ્‍લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્‍યવસ્‍થાનો સાથેનો વેઇટીંગ હોલ, ટીકીટ/બારી ઓફિસ, બુકીંગરૂમ, ડ્રાઇવર-કંડક્ટર રેસ્‍ટ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્‍ટીંગ, વોટર રૂમ, પાર્સલ રૂમ, મહિલા તથા પુરૂષો માટે અલાયદી શૌચાલય સહિત દિવ્‍યાંગ વ્‍યક્તિઓ માટે ખાસ પ્રકારના શૌચાલય તથા રેમ્‍પની સુવિધા ઉભી કરવામાં આવી છે. શ્રી સ્‍વામીનારાયણ વડતાલ ધામમાં નવનિર્મિત બસ સ્‍ટેશનથી મંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓ તેમજ મુસાફરોની પરિવહન સેવામાં વધારો થશે.
આ અવસરે સ્‍વામીનારાયણ સંપ્રદાયના સંતો મહંતો, મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇ, સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ મહાનુભાવો હાજર રહેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY