ન્યુ દિલ્હી,તા.૨૨
રાફેલ ડીલ મુદ્દે ફ્રાંસ્વા ઓલાંદના નિવેદનથી મચી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ફ્રાન્સ સરકારે સ્પષ્ટતા કરી છે. ફ્રાન્સ સરકારે જણાવ્યું છે કે રફાલ ડીલ માટે ભારતની કંપનીની પસંદગીમાં ફ્રાન્સ સરકારની કોઇ પણ પ્રકારની ભૂમિકા નથી. બીજી તરફ દ-સોલ્ટ એવિએશને પણ જણાવ્યું કે ડીલ માટે તેમણે રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરી છે. મતલબ કે રફાલ ડીલમાં ભારત અને ફ્રાન્સ સરકારની કોઇ ભૂમિકા નથી.
રફાલ ડીલમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે આપેલા નિવેદન પર રાજકીય ઘમાસાણ મચ્યા બાદ હવે ફ્રાન્સ સરકારે વિવાદમાં ઝંપલાવ્યું છે. ફ્રાન્સ સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારતીય ઔદ્યોગિક પાર્ટનરની પસંદગી કરવામાં ફ્રાન્સ સરકારની કોઇ જ ભૂમિકા નથી. ફ્રાન્સ સરકારે ભારપૂર્વક કહ્યું કે ફ્રેંચ કંપનીઓને કોન્ટ્રાક્ટ માટે ભારતીય કંપનીની પસંદગી કરવાની સંપૂર્ણ આઝાદી હતી.
ફ્રાન્સ સરકારે તેમના નિવેદનમાં જણાવ્યું કે ભારતીય અધિગ્રહણ પ્રક્રિયા અંતર્ગત ફ્રેન્ચ કંપનીઓ પાસે ભારતીય ભાગીદાર કંપનીઓની પસંદગી કરવાનો સંપૂર્ણ અધિકાર છે કે જેને તેઓ સૌથી વધુ યોગ્ય સમજે છે. ફ્રેન્ચ કંપનીઓ તેને ભારત સરકાર પાસે ઓફસેટ પ્રોજેક્ટની મંજૂરી માટે પ્રસ્તાવિત કરે છે. કે જેને ભારતમાં સ્થાનિક પાર્ટનર સાથે પૂરો કરવાનો હોય છે. અમારી ચિંતા પ્લેનની ડિલીવરી અને ક્વોલિટી સુનિશ્ચિત કરવાને લઇને છે. સમજૂતિ હેઠળ ફ્રેન્ચ કંપનીઓએ ભારતની અનેક ફર્મ્સ સાથે કરાર કર્યા છે. જેમાં ખાનગી અને સરકારી કંપનીઓ સામેલ છે.
બીજી તરફ ફ્રેન્ચ કંપની દ-સોલ્ટ એવિએશને પણ એક નિવેદન જાહેર કર્યુ છે. દ-સોલ્ટે જણાવ્યું છે કે અમે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રિલાયન્સ ડિફેન્સની અમારા પાર્ટનર તરીકે પસંદગી કરી છે. આ ભાગીદારીથી ફેબ્રુઆરી-૨૦૧૭માં દ-સોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ નામનું જાઇન્ટ વેન્ચર તૈયાર કરાયું. દ-સોલ્ટ અને રિલાયન્સે નાગપુરમાં ફાલ્કન અને રફાલ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પાર્ટ માટે પ્લાન્ટ બનાવ્યો છે. અમારા સીઇઓ એરિકે એપ્રિલ મહિનામાં ભારતમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આ બાબતનો ખુલાસો કર્યો હતો. અમને એ વાતનું ગૌરવ છે કે ભારતે રફાલ ખરીદવાનો નિર્ણય કર્યો. ત્યારે રાહુલ ગાંધી પણ આ મામલે રોજ નવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે.
મહત્વનું છે કે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે ખુલાસો કર્યો હતો કે ડીલ માટે ભારત સરકાર તરફથી જ અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સનું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આખરે ફ્રાન્સ સરકારે સ્પષ્ટતા કરી છે કે ડીલ માટે કંપનીની પસંદગી કરવામાં તેમની કોઇ ભૂમિકા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




