ભરૂચ,તા.૧૭
ભરૂચના ઝાડેશ્વર પાસે વહેલી સવારે કાર અકસ્માતમાં બે મુસ્લિમ ધર્મગુરૂઓના મોત નિપજ્યા છે. જેને પગલે મુસ્લિમ સમાજમાં ગમગીની વ્યાપી ગઇ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના ઝાડેશ્વર નજીક વહેલી સવારે મુસ્લિમોના ધર્મગુરૂ આસીફભાઇ ઇબ્રાહિમભાઇ પટેલ અને ઇસ્માલભાઇ મુસાભાઇ માકરોડ કાર(GJ-16-BN-4428) લઇને અંકલેશ્વર ખાતે આવેલા મદરેસામાં જવા માટે નિકળ્યા. તેઓ જ્યારે ઝાડેશ્વર પાસે પહોંચ્યા તે સમયે કાર ચાલકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા કોઇ અજાણ્યા વાહન પાછળ કાર ઘૂસી ગઇ હતી. જેથી કારમાં સવાર બંને ધર્મગુરૂઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે બંને ધર્મગુરૂઓના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલી દીધા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મુસ્લિમ ધર્મના બે ધર્મ ગુરૂઓના અકસ્માતમાં મોત થતાં ભરૂચ પંથકના મુસ્લિમોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




