મુંબઈ,તા.૫
એન્ડો ન્યૂરોક્રાઇન ટયુમ (મગજમાં કેન્સરની ગાંઠ) ની સારવાર માટે વિદેશ ગયેલો ઇન્ટરનેશનલ અભિનેતા ઇરફાન ખાન નજીકના ભવિષ્યમાં સ્વદેશ પાછો ફરે એવી કોઇ શકીયતા નથી એવી જાણકારી મળી હતી.
આ વર્ષના આરંભમાં ઇરફાન વિશાલ ભારદ્વાજની ફિલ્મ સપના દીદી શરૃ કરવાની તૈયારીમાં હતો ત્યારે એને કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું અને એ તરત વિદેશ જવા રવાના થયો હતો. અત્યાર સુધીમાં એણે કીમોથેરપીના છ તબક્કા પૂર્ણ કર્યા હોવાનું કહેવાય છે. તાજેતરની દિવાળીમાં એ મુંબઇની ઊડતી મુલાકાતે આવી ગયો હતો. પોતાનાં સ્વજનોને મળીને એે તરત પાછો ફરી ગયો હતો.
હવે મળતી માહિતી મુજબ એ નજીકના ભવિષ્યમાં સ્વદેશ પાછો ફરે એવી શક્્યતા ખૂબ ઓછી છે. તાજેતરમાં મુંબઇ પાછી ફરેલી સોનાલી બેન્દ્રેએ પણ પોતાની સ્વદેશ મુલાકાતને એક નાનકડા ઇન્ટરવલ સમાન ગણાવી હતી. એનો અર્થ એ છે કે પૂરતી સારવાર બાદ કાબુમાં આવી ગયેલો કેન્સર ફરી ઊથલો મારી શકે છે.
એટલેજ કદાચ ઇરફાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારે હજુ કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાના બાકી છે. એ ટેસ્ટ પૂરા થાય અને એનાં પરિણામો બહાર ન આવે ત્યાં સુધી હું સ્વદેશ પાછા ફરવાનો વિચાર સુદ્ધાં કરી શકું એમ નથી. એટલે ધીરજ રાખો અને વાટ જુઓ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



