આબુ,તા.૧૧
રાજસ્થાનનાં માઉન્ટ આબુ પાસે આવેલા ઓરીયા ગામ નજીક એક પશુપાલક ઉપર રીંછે અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં રીંછે પશુપાલકના મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી ઇજાગ્રસ્તને ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ પાસે આવેલા ઓરીયા ગામ નજીક એક પશુપાલક ઉપર રીંછે હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. મૂળ ઓરિયા ગામના બદેસિંહ પશુઓને ચરાવીને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં રીંછએ અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો. જેમાં મોઢાના ભાગે રીંછે ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. દરમિયાન તેમને બૂમાબૂમ કરતાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અવસ્થામાં ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ આબુરોડ વન વિભાગને થતાં વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




