મુંબઈ,તા.૭
૧૯૯૩માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમને લગ્ન માટે પેરોલ આપવાનો બોમ્બે હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે.
તલોજા જેલમાં બંધ અબુ સાલેમે જેલ સત્તાધીશોના પેરોલ નહી આપવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.સાલેમના વકીલ કોર્ટને જણાવ્યું હતું કે જેલ સત્તાધીશોએ પેરોલ નહી આપવાનો નિર્ણય મગજ વાપર્યા વગર કર્યો હતો.
સાલેમ મુંબ્રાની રેહવાસી કૌસર બહાર સાથે લગ્ન કરવા માંગે છે.શરુઆતમાં સાલેમે દાવો કર્યો હતો કે એક કેસ માટે તે મુબંઈથી લખનૌ ટ્રેન યાત્રા દરમિયાન ૨૦૧૪માં તેણે કૌસર સાથે ફોન પર લગ્ન કર્યા હતા.ચાલુ ટ્રેને એક કાજીએ તેને નિકાહ કરાવી આપ્યા હતા.
આ યુવતીને સાલેમ કોર્ટમાં ચાલતી સુનાવણીઓ દરમિયાન મળ્યો હતો.જેમાં તેમના બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ પહેલા તેણે ફિલ્મ અભિનેત્રી મોનિકા બેદી સાથે લગ્ન કર્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



