ગંગા નદીમાં ન્યુક્લિયર રેડિએશન ભળતુ હોવાનો ઉત્તરાખંડના પર્યટન મંત્રીનો દાવો

0
28

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૭
ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજે તાજેતરમાં નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન એક ચોંકાવનારો દાવો કર્યો છે. સતપાલ મહારાજનુ કહેવુ છે કે ગંગા નદીમાં રેડિએશન પણ ભળી રહ્યું છે.જેની પાછળનુ કારણ ૧૯૬૫માં હાથ ધરાયેલુ ભારત અને અમેરિકાનુ એક સિક્રેટ મિશન છે.નંદાદેવી શિખર પરથી ગાયબ થયેલા પરમાણુ ઉપકરણનુ રેડિએશન નદીને પ્રદુષિત કરી રહ્યું છે.
૧૯૯૬માં અમેરિકાની સીઆઈએ અને ભારતની આઈબી એમ બે એજન્સીઓએ ચીનના સંભવિત પરમાણુ પરીક્ષણની જાણકારી મેળવવા માટે નંદાદેવીના એક શિખર પર ન્યુક્લીયર પાવરથી સંચાલીત એક ઈક્વીપમેન્ટ મુકવાનુ નક્કી કર્યુ હતુ.
આ માટે અમેરિકન અને ભારતીય સૈનિકોની બનેલી એક ટીમને મોકલવામાં આવી હતી.જાકે ભારે તોફાનના કારણે આ મિશન અટકાવી દેવુ પડ્યુ હતુ.આ ટીમો ફરી પ્રયાસ કરવાનુ વિચારીને ન્યુક્લીયર ઈક્વિપમેન્ટ ત્યાં જ મુકીને આવતી રહી હતી.
એ પછી ટીમ જ્યારે પાછી પહોંચી ત્યારે આ ઉપકરણ ત્યાંથી ગાયબ હતુ.એવુ મનાય છે કે બરફમાં તે દટાઈ ગયુ હતુ.જેમાં ઉપકરણ ચલાવવા માટેના પ્લુટોનિયમનો પણ સમાવેશ થતો હતો.
આ બાબતને એક ગંભીર મુદ્દો બતાવીને સતપાલ મહારાજે કહ્યું હતુ કે આજે પણ આ પ્લુટોનિયમનો જથ્થો સક્રીય છે.નંદા દેવી પરથી જે બરફ પડે છે તે ગંગાનદીમાં પડે છે અને શક્્ય છે કે તેની સાથે રેડિએશન પણ પાણીમાં ભળતુ હોય.આ પહેલાની સરકારને પણ મેં આ અંગે ધ્યાન દોર્યુ હતુ અને ફરી પીએમ મોદીને આ સમગ્ર મામલાનો અભ્યાસ કરવા માટે અનુરોધ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY