વિશ્વમાં પ્રથમ વખત અરબી લેખિકાને મળ્યું બુકર પ્રાઇઝ

0
12

આબુધાબી,તા.૨૨
પુસ્તકોના લેખકોને અપાતા વિશ્વના સૌથી પ્રતિષ્ઠીત ખિતાબ બુકર પ્રાઇઝની જાહેરાત થઈ ગઈ છે. વિશ્વમાં પ્રથમ વખત મુખ્ય બુકર પ્રાઇઝ અરબી લેખિકાને મળ્યું છે. આ સન્માન ઓમાનની લેખિકા જાખા અલ્હાર્થીને આપવામાં આવ્યું છે.
અલ્હાર્થીએ ‘સેલેસ્ટિયલ બાડીઝ’ નામનું પુસ્તક લખ્યું હતું જેના બદલ તેને આ સન્માન આપવામાં આવ્યું છે. આ પુસ્તકની કહાણી ત્રણ બહેનો અને એક ગલ્ફ દેશની છે, આ કહાણી એટલે પોતાના ઇતિહાસથી બહાર નીકળી અને જટીલ આધુનિક વિશ્વ સાથે તાલમેલ કરવાની મથામણ કરે છે.
બુકર પ્રાઇઝની મુખ્ય પેનલમાં શામેલ ઇતિહાસકાર બિટેની હગ્સે જણાવ્યું હતું કે આ વખતે મુખ્ય બુકર પ્રાઇઝ માટે જે નાવેલની પસંદગી કરવામાં આવી છે તેણે હ્રદય અને મગજ બંને જીતી લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘સેલેસ્ટિલ બાડીઝ’ યૂરોપ અને દક્ષિણ અમેરિકાની પાંચ એન્ટ્રીને પછાડી આ પુરસ્કાર મેળવ્યો હતો. લેખિકા જોખા અલ્હાર્થી પુરસ્કારમાં મળેલી રૂ. ૫૦,૦૦૦ પાઉન્ડની રકમને બ્રિટનના અનુવાદક મેરીલિન બૂથ સાથે વહેંચશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY