આધાર કાર્ડ ન હોય તો પણ સ્કૂલો એડમિશન આપવાની ના કહી શકે નહીં

0
7

ન્યુ દિલ્હી,તા.૫
યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI)એ કહ્યું કે, સ્કૂલ આધારકાર્ડ ન હોય તો તેના કારણે બાળકને સ્કૂલમાં પ્રવેશ આપવાની ના પાડી શકે નહીં અને એવું કરવું એ ગેરકાયદેસર ગણવામાં આવશે.
યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI)એ સ્કૂલોના પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, સ્થાનિક બેંકો, પોસ્ટ ઓફિસ, રાજ્ય શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને પોતાના કેમ્પસમાં બાળકોના આધારકાર્ડ બનાવવા અને એને અપડેટ કરવા માટે વિશેષ શિબિરનું આયોજન કરવું જાઈએ.
ઓથોરિટીએ વધુમાં કહ્યું કે, આ નક્કી કરવું જાઈએ કે આધાર કાર્ડના કારણે કોઈ પણ બાળકને લાભ અને અધિકારથી વંચિત રાખવામાં આવે નહીં.
યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI)એ આ સાથે ચેતવણી આપી છે કે કોઈ પણ બાળકને આધાર વિના પ્રવેશ આપવાની મનાઈ કરવામાં આવશે તો એ કાનૂની રીતે ગેરકાયદેસર ગણાશે અને આવું કરવાની કોઈને મંજૂરી નથી.
ઓથોરિટીએ એ પણ કહ્યું કે, વિદ્યાર્થીઓ અને એ બાળકોના માતા-પિતા કે જેમની પાસે આધારકાર્ડ નથી, એમના માટે આ સ્પષ્ટતા રાહત સાબિત થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY