અમેરિકાએ ભારત સાથેના પોતાના રણનીતિક સંબંધોના સ્તરને સમજવું જાઈએ : ભારત

0
7

ન્યુ દિલ્હી,તા.૫
અમેરિકા સાથે ૨+૨ ડાયલાગ પહેલા ભારતે રૂસ સાથે ડિફેન્સ ડીલ પર પાછળ ના હટવાનાં સંકેત આપ્યા છે. એટલું જ નહી ભારતે કહ્યું કે અમેરિકાએ આ સંબંધમાં કોઇપણ નિર્ણય લેતા પહેલા સંબંધોનાં મહત્વ વિશે વિચારવું જાઇએ. ભારતે કહ્યં કે રૂસથી જી-૪૦૦ એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાને લઇને પ્રતિબંધ જેવો નિર્ણય લેતા પહેલા અમેરિકાએ ભારત સાથેનાં પોતાના રણનીતિક સંબંધોનાં સ્તરને પણ સમજવું જાઇએ.
એટલું જ નહી ઈરાન પાસેથી તેલ આયાતને લઇને પણ ભારતે સ્પષ્ટ સંકેત આપ્યા છે. ઉલ્લેખનીય છે કે ૨+૨ ડાયલાગ અંતર્ગત અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પામ્પિયો અને રક્ષા મંત્રી જિમ મૈટિસ ભારત આવી રહ્યા છે. બંને નેતાઓ ગુરૂવારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમનથી મુલાકાત કરશે. આ પહેલા મહત્વનાં ઊર્જા ભાગીદાર ઈરાનને લઇને પણ સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે અમેરિકાનાં દબાણમાં તેની પાસેથી તેલ આયાત કરવાનાં નિર્ણય પણ કોઇ પગલુ ઉઠાવવાનો સવાલ જ ઉત્પન્ન નથી થતો.
આ વાતચીતને અત્યારનાં વર્ષોમાં ઘણી જ કૂટનીતિક મહત્વની જણાવતા સૂત્રોએ કહ્યું કે, “અમને આશા છે કે અમેરિકા એ નહીં ભૂલે કે ભારત સાથે તેનો રણનીતિક સંબંધ કયા સ્તર પર છે. અમેરિકાને એ સમજવું પડશે અને સંબંધોનાં મહત્વને ધ્યાનમાં રાખીને પ્રતિબંધોથી બચવુ પડશે.”
માનવામાં આવે છે કે અમેરિકી મંત્રીઓનાં સાથે વતાચીતમાં ઈરાનથી તેલની આયાત અને રૂસ સાથે જી-૪૦૦ ડીલ પર પ્રમુખતાથી વાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાનો દબાવ હોવા છતા ભારતે રૂસ સાથે ૬ અબજ ડાલરની જી-૪૦૦ એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ ડીલ પર આગળ વધવાનો નિર્ણય લીધો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY