‘ગર્લ્સ ટ્રીપ’ની સિક્વલ માટે બધા કલાકારો થનગની રહ્યા છેઃ ક્વીન લતીફા

0
6

લોસ એન્જલ્સ,તા.૩૦
હોલિવૂડની મોખરાની અભિનેત્રી ક્વીન લતીફાએ કહ્યું હતું કે અમારી હિટ કોમેડી ગર્લ્સ ટ્રીપ (૨૦૧૭)ના બધા કલાકારો આ ફિલ્મની સિક્વલ માટે થનગની રહ્યા હતા.
‘અમે વહેલામાં વહેલી તકે આ ફિલ્મની સિક્વલ બનાવીશું એની ખાતરી રાખજા, અમે યોગ્ય સ્ક્રીપ્ટની તલાશમાં છીએ’ એમ ક્વીન લતીફાએ કહ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
લતીફાએ કહ્યું કે ઓરિજિનલ ફિલ્મ જેવી સચોટ સ્ક્રીપ્ટ અમારા હાથમાં આવશે કે તરત અમે સિક્વલ શરૂ કરીશું. એમાં કોઇ શંકા નથી. ઓરિજિનલના બધા કલાકારો એમાં પોતપોતાનું મૂળ પાત્ર ભજવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY