હોટલ કર્મચારીઓને મનની કેળવણીના પાઠ શીખવાડાયા
આહવા, તા.૪
ગિરિમથક સાપુતારા ખાતે આવેલી હોટેલ સન ઓ ટેલના કર્મચારીઓ માટે બ્રહ્માકુમારીઝ દ્વારા ખુશનુમા જીવન માટેનો ચિંતન, મનન કાર્યક્રમ યોજાઇ ગયો.
સાંપ્રત સમયમાં ફરજના ભાગરૂપે ચહેરા ઉપર કુત્રિમ હાસ્ય સાથે નિભાવાતી ફરજ, વ્યક્તિને મનની સાચી ખુશી અને શાંતિ નથી આપી શકતા. ત્યારે આવા વિકટ સમયમાં મનને ખુશીઓથી ભરી દઇ, સાચી શાંતિ, વિશ્રાંતિ પામવા માટે આંતરીક સ્વસ્થતાનું ખૂબ મહત્વ છે તેમ જણાવતા, માઉન્ટ આબુથી પધારેલા બ્રહ્માકુમારીઝના રાજયોગિની બી.કે. ગીતાબેને વિશેષ કરીને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા કર્મયોગીઓને આતિથ્યભાવનાની ઉચ્ચત્તમ ભારતીય પરંપરા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.
હોટેલના મેનેજર શ્રી નિરાદ્રી દાસના સહયોગ સાથે યોજાયેલા ખુશનુમા જીવન માટેના ચિંતન, મનન કાર્યક્રમમાં હોટલ સન ઓ ટેલ સહિત હોટેલ પતંગ, અને હોટેલ આકાર લોર્ડ્સના કર્મયોગીઓ પણ જોડાયા હતા. જેમને નવસારીથી પધારેલા રાજયોગિની બી.કે ગીતા દીદી, બી.કે. મધુ દીદી, બી.કે. ઇના દીદી સહિત બ્રહ્માકુમારીઝના સ્વયંસેવકોએ મનની કેળવણીના પાઠ ભણાવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



