ડ્રેનેજ સમિતિના ચેરમેનને લોકોએ મીઠીખાડીની સમસ્યાથી વાકેફ કર્યા
સુરત, તા.૪
ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ કમિટી અધ્યક્ષશ્રી અમિતસિંહ રાજપુત દ્વારા પોતાનો રાજકીય પ્રભાવ પાડવાના હેતુ એ કોઈપણ પ્રકારની ડ્રેનેજ સમસ્યા તથા ફરિયાદોની જાણકારી મેળવ્યા વગર લીંબાયત ઝોનમાં ડ્રેનેજની સમસ્યા જાણવા માટે ગઈકાલે મોડી સાંજે લેખિત નોંધ મોકલી ઝોન અને ડ્રેનેજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું.
અધ્યક્ષના આ કાર્યક્રમમાં કોંગ્રેસનો ગઢ ગણાતા આંજણા વિસ્તારની સદંતર બાદબાકી કરવામાં આવી.ઉપરાંત અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ઘણાં કોર્પોરેટરોને જાણી જોઈને આ મુલાકાતની જાણકારી આપવામાં આવી ન હતી.
અધ્યક્ષના આ કાર્યક્રમની જાણ થતાં ડ્રેનેજની સમસ્યાથી સૌથી વધુ અસરગ્રસ્ત મીઠીખાડી વિસ્તારના અગ્રણી લોકો સાથે અધ્યક્ષનો અને અધિકારીઓનો પરવત ગામ ખાડી પાસે ઘેરાવ કરતા અને તેમની આવી વ્હાલા દવલા નીતિનો જાહેરમાં વિરોધ કરતા અધ્યક્ષ અને ડ્રેનેજના કર્મચારીઓને મીઠીખાડી વિસ્તારમાં સ્થળ મુલાકાત લેવાની ફરજ પાડવામાં આવી.મીઠીખાડી વિસ્તારનો વર્ષો જુની ડ્રેનેજ સમસ્યાના કારણે લોકરોષ જોઈ અધ્યક્ષ અને કર્મચારીઓ ડઘાઈ ગયા..!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



