ઔદ્યોગિક તાલીમ સંસ્થા, આહવા ખાતે વ્યવસાયલક્ષી તાલીમ કોર્ષમાં પ્રવેશકાર્ય

0
40

કન્યા તથા કુમાર છાત્રાલય સાથેની સુવિધા પણ ઉપલબ્ધ
આહવા, તા. ૧૪

ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે કાર્યરત ઔઘોગિક તાલીમ સંસ્થા, આહવા ખાતે સને ર૦૧૯નાં વર્ષમાં શરૂ થઇ રહેલા નવા સત્રમાં પ્રવેશ આપવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે.
જેમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક યુવક/યુવતિઓને આ અંગેનું નિયત રજીસ્ટ્રેશન ફોર્મ વેળાસર ભરી દેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી કે માર્ગદર્શન માટે ઔઘોગિક તાલીમ સંસ્થા, આહવાનો રૂબરૂ કે ફોનથી (૦૨૬૩૧-૨૨૦૩૧૫) સંપર્ક સાધવા પણ અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, અહીં વાયરમેન, ફીટર, મીકેનીક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રીશ્યન જેવા બે વર્ષના અભ્યાસક્રમો સહિત એક વર્ષના અભ્યાસક્રમો જેવા કે સીવણ, બ્યુટી પાર્લર, એમ્બ્રોઇડરી, ફેશન ડીઝાઇન એન્ડ ટેકનોલોજી, કોપા, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેનેજમેન્ટ, ડેસ્કટોપ પબ્લિસિંગ, વેલ્ડર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, આર્મેચર મોટર રીવાઇડીંગ પણ ઉપલબ્ધ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY