સુરત, તા.૩
આજે સવારે આંજણા ફાર્મ સમ્રાટ સ્કૂલ નજીક મોમીન ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં આવેલ કારખાનાનો કચરો જાહેરમાં સળગાવતા સ્થાનિકો દ્વારા ભયભીત થઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે આંજણા ફાર્મ સમ્રાટ સ્કૂલ નજીક મોટા જથ્થામાં કારખાનાનો વેસ્ટેજ કચરો સળગાવવામાં આવ્યો હતો. યાર્ન, ડુચા અને કાપડનો જથ્થો સળગાવતા દુર દુર સુધી ધુમાડો દેખાતા આગની જ્વાળા જાઈ સ્થાનિકો ભયભીત થયા હતા. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર સ્ટાફે તાત્કાલિત સ્થળ ઉપર પહોચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



