સુરત, તા.૩
રાજદ્રોહના કેસમાં આજે હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં હાજર ન રહેતાં બચાવપક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ હાજરી મુક્તિની અરજી આપી હતી. જાકે, આ હાજરી મુક્તિની અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, અોળખ પરેડની કોઈ તકરાર નથી એટલે કેસ આગળ ચલાવો તો કોઈ વાંધો નથી.
આ કેસની વિગતો એવી છે કે, અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઅો સામે રાજદ્રોહની ફરિયાદ દાખલ કરાયા બાદ તેની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. ૨૫૦ દિવસોથી વધુ જેલમાં રહ્ના બાદ તેને ગુજરાત હાઈકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. ડીસીબી પીઆઈ જે.એચ. દહીયાએ હાર્દિક પટેલ સહિત ચાર આરોપીઅો સામે ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ હાર્દિક, વિપુલ, ચિરાગ દેસાઈ સામે ચાર્જફ્રેમ રજૂ કરાયા બાદ તેઅોની સામે ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ છે. હાલમાં પુરાવાઅો અને સાક્ષી તપાસવા માટેનું સ્ટેજ છે. આજે હાર્દિક પટેલની સેશન્સ કોર્ટમાં મુદ્દત હતી. ત્યારે તેઅો કોર્ટમાં ગેરહાજર રહેતા બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ હાજરી મુક્તિની અરજી આપી હતી. આ અરજીમાં સામાજિક કામ માટે તેઅો મધ્યપ્રદેશ ગયા હોવાનું જણાવાયું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



