ઉત્રાણ-મોટા વરાછા રેલવે અોવર બ્રીજ માટેનો આજનો બ્લોક રદ્દ કરાયો ૧૦ પૈકી બાકી પાંચ ગર્ડર મુકવા રેલ પ્રશાસન બે દિવસ બાદ બ્લોક ફાળવે તેવી સંભાવના

0
10

સુરત, તા.૩
અમરોલી અને મોટા વરાછા વિસ્તારને જાડવા માટે ઉત્રાણ નજીક મનીષા ગરનાળા પાસે રેલવે અોવર બ્રીજ માટે ૧૦ ગર્ડર પૈકી પાંચ ચઢી ગયા છે. અન્ય પાંચ ગર્ડર માટે આજનો બ્લોક હોલી ડે સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારે હોવાથી રદ્દ થયો છે. સોમવાર અથવા મંગળવારે રેલવે બ્લોક ફાળવે તેવી શકયતા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ઉત્રાણ-મોટા વરાછા વિસ્તારને જાડવા માટે મનીષા ગરનાળા નજક રેલવે અોવર બ્રીજનું કામ ચાલી રહ્નાં છે. ૯૦ ટકા જેટલુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. માત્ર રેલવેની જગ્યામાં ગર્ડર ચઢાવવાની કામગીરી બાકી છે. ૪૯ મીટર લાંબા ૧૦ ગર્ડર ચઢાવવા માટે પિમ રેલવે દ્વારા ૨૮ અોક્ટોબરથી ૯ નવેમ્બર સુધીમાં બ્લોક ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. ૩૦મી અોક્ટોબરે ૨ કલાકના બ્લોક દરમ્યાન ૨ ગર્ડર ચઢાવાયા . ગતરોજ ૨ નવેમ્બરના રોજ ૨ કલાકના બ્લોક દરમ્યાન ત્રણ ગર્ડર ચઢાવવામાં સફળતા મળી છે. ૧૦ પૈકી ૫ ગર્ડર ચઢી ગયા છે. બાકીના ૫ ગર્ડર માટે ૨ કલાકનો બ્લોક પિમ રેલવે દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. હોલીડે સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારે હોવાથી આજે અને કાલે રવિવાર બ્લોક ફાળવી શકાશે નહીં. સોમવાર અને મંગળવારે સતત બે દિવસ સુધી ૨-૨ કલાકનો બ્લોક ફાળવીને પાલિકા દ્વારા પાંચ ગર્ડર ચઢાવવામાં આવશે. ગર્ડરની કામગીરી પૂર્ણ થયા બાદ બે મહિનાના સમયગાળા દરમ્યાન બ્રીજનું બાકી કામ પૂર્ણ થશે અને અમરોલી-મોટા વરાછા ઉપરાંત શહેરીજનો માટે આ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY