આમલખાડી વારંવાર ઓવરફલો થવા ને કારણે થતા નુકસાન ના કાયમી ઉકેલ મુદ્દે તંત્ર સાથે બેઠક યોજાઇ.

0
119

પીરમાણ ગામ થી ધન્તુરિયા ગામ સુધી માપણી કરી દબાણો હટાવી ખાડી ઊંડી કરી રબર પીચિંગ કરવાનો લેવાયેલો નિર્ણય

તારીખ 25 જુલાઈ ના રોજ નાયબ કલેકટર અંકલેશ્વર ની અધ્યક્ષતા માં આમલખાડી ના થતા ઓવરફ્લો થતા અંકલેશ્વર શહેર અને તાલુકા ના ગામ સહિત ખેતી માં થતા નુકશાન નો કાયમી ઉકેલ લાવવા જવાબદાર દરેક વિભાગ ની સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં DLR , માર્ગ મકાન વિભાગ. પીરામણ ગ્રામ પંચાયત.નગર સેવા સદન અંકલેશ્વર. GPCB. ત્રણે ઔદ્યોગિક વસાહતો ના પ્રમુખ સહિત GIDC .નોટિફાઈડ વિભાગ ના પ્રતિનિધિઓ એ હાજર રહી સમસ્યા ના કાયમી નિરાકરણ બાબતે ચર્ચા કરી હતી.

પીરમાન ગામના આગેવાન સલીમ પટેલ અને ઇમરાન પટેલે રજુઆત કરી હતી કે 2015 માં પીરામણ ગ્રામ પંચાયતમાં મિટિંગ કરી ઝઘડિયાથી કંતીયાજાળ સુધી જતી લાઈનને પીરમાણ હદ વિસ્તારની આમલાખાડી માથી બે મીટર નીચેથી પસાર કરી દેવામાં આવે અને જીઆઇડીસીના અધિકારીઓએ સો રૂપિયા ના સ્ટેમ્પ પર લેખિત વચન આપ્યું હતું કે લાઈન થયા પછી આમલાખાડી ને રબરપેચિંગ કરી પાકી કરી દેવામાં આવશે પરંતુ ત્રણ વર્ષ સુધી આ બાબતે કોઈ કામગીરી ન થતા પીરમાણ ગ્રામ પંચાયત દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે આ મિટિંગમાં રજૂ કરવામાં આવ્યો હતો અને માંગણી કરાઈ હતી કે આપેલ લેખિત કરાર નો અમલ કરવામાં આવે

બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી મીટિંગના અંતે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પીરમાણ ગામ થી ધનતૂરીયા ગામ સુધી DLR દ્વારા માપણી કરાવી દબાણો દૂર કરી ખાડી ઊંડી ને રબર પીચિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એ માટે દરેક સંબંધિત વિભાગે સહકાર આપવા નું નક્કી કરવામાં આવ્યું હતું.

વધુ માં આ બાબત માં પીરમાણ પંચાયત મુકામે તારીખ 31.07.18 ના રોજ મિટિંગ નું આયોજન રાખવામાં આવેલ છે. જ્યાં આગળ ની કાર્યવાહી ની સવિસ્તાર ચર્ચા કરવામાં આવશે.

સલીમ પટેલ
પ્રકૃતિ સુરક્ષા મંડળ
9427132246

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY