બે સપ્તાહ પહેલાં મુખ્ય સૂત્રધાર શોકો અસહારા સહિત સાતને ફાંસી અપાઈ હતી
ટાંક્યો,તા.૨૭
જાપાનમાં ૧૯૯૫માં થયેલા સારિન હુમલાના મુખ્ય ગુનેગાર ધાર્મિક નેતા શોકો અસહારા અને તેના છ અનુયાયીઓને ફાંસી અપાયાના બે સપ્તાહ પછી તે હુમલાના દોષી છેલ્લાં છ ગુનેગારોને પણ ફાંસીએ લટકાવી દેવાયા હતા.
જાપાનના ન્યાય મંત્રાલયની જાહેરાત પ્રમાણે ૧૯૯૫માં સબ-વેમાં થયેલા સારિન હુમલાના છેલ્લાં ૬ ગુનેગારોની ફાંસીની સજાનો અમલ થયો હતો. અગાઉ બે સપ્તાહ પહેલાં આ હુમલાના મુખ્ય સુત્રધાર અને ધાર્મિક નેતા શોકો અસહારા સહિતના સાતને ફાંસીના માચડે ચડાવાયા હતા. શોકો અસહારાએ ડૂમ્સ ડે પંથની સ્થાપના કરી હતી અને જાપાનમાં તેના અનુયાયીઓની સંખ્યા બહુ વિશાળ હતી.
૧૯૯૫માં જાપાનના સબ-વેમાં સારિન ગેસથી ભરેલા બેગ આ ધાર્મિક નેતા અને તેના અનુયાયીઓએ ખૂલ્લા કરી નાખ્યા હતા. જેના કારણે સબ-વેમાં ગૂંગળાઈને ૧૩ લોકોના મૃત્યુ થયા હતા અને લગભગ ૫૫૦૦ હજાર લોકો ઈજા પામ્યા હતા. જાપાનમાં થયેલો તે અત્યાર સુધીનો સૌથી મોટો કેમિકલ હુમલો હતો.
તે પછી તપાસમાં ધાર્મિક નેતા શોકો અસહારા અને તેના ખાસ અનુયાયીઓની સંડોવણી ખૂલી હતી. તમામ ઉપર કેસ ચાલ્યો હતો અને ૨૦૦૬માં કુલ ૧૩ લોકોને ફાંસીની સજા થઈ હતી. આખરે આ મહિનામાં જ જાપાને તમામ ૧૩ દોષિતોને ફાંસી આપી હતી.
શોકો અસહારાએ ૧૯૮૦માં ડૂમ્સ ડે પંથની સ્થાપના કરી હતી. પ્રજ્ઞાચક્ષુ શોકો અસહારાની ગણતરી જાપાનના યુવા અને કરિશ્માઈ ધાર્મિક નેતા તરીકે થતી હતી.
૧૯૪૫માં જન્મેલો શોકો શરૃઆતમાં યોગ શિક્ષક હતો. તેણે એવી જાહેરાત કરી હતી કે હવે પછી જે વિશ્વયુદ્ધ થશે એમાં આખી પૃથ્વીનો વિનાશ થશે. માત્ર તેના પંથના અનુયાયીઓ જ જીવિત રહેશે. કહેવાય છે કે આજેય આ પંથના હજારો અનુયાયીઓ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



