સપા-બસપાને રોકવા અમરસિંહ નવી પાર્ટી બનાવશે…!!

0
10

લખનઉ,તા.૫
અમરસિંહ ઉત્તરપ્રદેશમાં સપાના એક મોટા નેતા સાથે મળીને નવી પાર્ટી બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી પાર્ટી બનાવવાનો ઉદ્દેશ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના વોટર્સને પોતાની તરફ વાળવાનો છે. અમરસિંહની આ યોજનાને બીજેપીનું સમર્થન પણ મળેલું છે. તેને લઇને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક અઠવાડિયા પહેલા હરિયાણામાં સપાના આ નેતા સાથે ગુપ્ત મુલાકાત પણ કરી હતી.
લખનઉ પ્રવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા દરમિયાન મંચ પરથી વિપક્ષ પર નિશાનો સાધીને અમરસિંહનું નામ લીધું હતું. મોદીએ વડાપ્રધાન હતું કે જેમના ઇરાદાઓ બરાબર નથી, તેઓ પડદાની પાછળ કારોબારીઓને મળે છે. અમરસિંહની પાસે આ બધાની હિસ્ટ્રી છે. અમરે કહ્યં હતું કે હું મોદીનો પ્રશંસક છું અને આગળની જિંદગી તેમના નામે જ છે. જાકે, તેમણે એ સ્પષ્ટ કરી દીધું કે અત્યારે બીજેપીમાં જવાનો કોઇ ઇરાદો નથી.
સૂત્રોનું કહેવું છે કે નવી પાર્ટીનું નામ નક્કી કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત પદાધિકારીઓની પસંદગી પણ થઇ ચૂકી છે. ૧૫ ઓગસ્ટ પછી ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા મહત્વ ન મળવાને કારણે અમરસિંહ નારાજ છે. તેઓ તાજેતરમાં જ થયેલી સમાજવાદી પાર્ટીની કાર્યકારણીની બેઠકમાં પણ પહોંચ્યા નહોતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY