મોડાસાના માઝુમ ડેમમાં ડિટોનેટર બ્લાસ્ટ કરી માછીમારી કરતા એક શખ્સની ધરપકડ,ત્રણ ફરાર

0
8

મોડાસા,તા.૨૨
અરવલ્લી જીલ્લાના જળાશયોમાં ડિટોનેટર બ્લાસ્ટ કરી માછીમારી કરવાનો કાળો કારોબાર અધિકારીઓના છુપા આશીર્વાદથી ચાલી રહ્યો છે. મોડાસાના માઝુમડેમમાં સ્થાનિક લોકોની સતર્કતાથી માઝૂમડેમમાં ડિટોનેટર બ્લાસ્ટ કરી માછીમારી કરી રહેલ ગેંગનો પર્દાફાશ થયો હતો. સ્થાનિક લોકોએ એક વ્યક્તિને પકડી લીધો હતો. જ્યારે ૩ શખ્શો નાસી છૂટતા સ્થાનિકોએ ઝડપાયેલ શખ્શને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને સોંપતા મોડાસા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસા શહેરને પીવાના પાણીનો જથ્થો પૂરો પાડતા માઝુમ જળાશયમાં છેલ્લા કેટલાક સમયથી ડિટોનેટરથી બ્લાસ્ટ કરી માછીમારી કરતા જળાશયમાં પાણી દુષિત બનાવની સાથે સતત બ્લાસ્ટ થતા ડેમની આજુબાજુમાં રહેતા સ્થાનિકો ધડાકાઓના અવાજના પગલે માઝુમ ડેમમાં પહોંચી એક શખ્શને ડિટોનેટરના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. ડિટોનેટરથી બ્લાસ્ટ કરનાર ગેંગના અન્ય ત્રણ શખ્શો સ્થાનિકોને ચકમો આપી નાસી છૂટયા હતા.
મોડાસા રૂરલ પોલીસે લાલાભાઇ કોહ્યાભાઇ ડામોરને ઝડપી પાડી જીલેટીન ટોટા નંગ- સહીત ૪૦ રૂપિયાનો જથ્થો જપ્ત કરી ડિટોનેટર બ્લાસ્ટથી માછીમારી કરવામાં સંડોવાયેલા ૧)મોહન રમતું પગી ,૨)હસમુખ વાઘભાઈ ડામોર, ૩)દિનેશ વાલાભાઇ ડામોર (તમામ રહે,ડેરા ડુંગરી,મુલોજ ) વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસે એક્સ્પ્લોઝીવ એક્ટ ૧૮૮૪ ની કલમ-૯બી (૧) બી મુજબ ગુન્હો નોંધી ફરાર ત્રણે શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY