છોકરાએ લવ વિથ અરેન્જ મેરેજ કર્યા,હનીમૂન પર ગયો અને નીકળ્યો છોકરો..!

0
42

મુંબઈ,તા.૫
મુંબઇમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક છોકરાએ આરોપ મૂકયો છે કે તેણે જે છોકરી સાથે લગ્ન કર્યા, તે છોકરી નહીં પરંતુ છોકરો છે. હવે છોકરાવાળાઓએ છોકરી અને તેના પરિવારવાળાઓની વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.
વાત એમ છે કે ગોવંડીના ૨૧ વર્ષના છોકરાને પોતાની જ કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો. જ્યારે યુવતીના પરિવારવાળાઓને આ અંગે ખબર પડી તો તેમણે છોકરાના પરિવારનો સંપર્ક કરી લગ્નની વત કરી. આ મુલાકાત દરમ્યાન છોકરીના પરિવારજનોએ તેમને કહ્યું કે મેડિકલ મુશ્કેલીઓના લીધે છોકરી કયારેય બાળકને જન્મ આપી શકશે નહીં. આ વાત છોકરાવાળાઓ માટે આઘાત સમાન હતી, તેમ છતાંય તેમનો પરિવાર લગ્ન માટે રાજી થઇ ગયો.
૨૫મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ લગ્નની તારીખ નક્કી કરીને સીએસટી પાસે એક હોલ બુક કરાવ્યો હતો. પરંતુ લગ્નના ૧૫ દિવસ પહેલાં આ બુકિંગ રદ કરાવી સાદાઇથી લગ્ન થયા. સુહાગરાત દરમ્યાન છોકરીએ હાર્નિયાનું ઓપરેશન કરાવ્યાનું બ્હાનું બનાવી સંબંધ બાંધવાની ના પાડી દીધી. જ્યારે છોકરાના પરિવારજનોએ બંનેને હનિમૂન માટે મનાલી મોકલ્યા ત્યારે બધી પોલ ખુલી. છોકરાએ સંબંધ બનાવાની કોશિષ કરી તો છોકરી ટાળતી રહી. આખરે છોકરીએ કહ્યું કે તેના ગુપ્તાંગનું ઓપરેશન થયું છે, આથી તે સેક્સ કરી શકશે નહીં. ત્યારબાદ છોકરો સતત ડિપ્રેશનમાં રહેતા પરિવારજનોએ પૂછયું કે શું થયું છે. છોકરાએ બધી આપવીતી પરિવારને જણાવી. તેના પિતાએ છોકરીના પરિવારથી તલાક અપાવાનું કહ્યું. તેમણે તલાકની ના પાડી અને છોકરીને પ્રતાડિત કરવાનો કેસ દાખલ કરી દીધો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY